ગુજરાત

gujarat

By

Published : May 26, 2020, 3:29 PM IST

ETV Bharat / state

રાજ્યમાં હિટવવેની આગાહી, આગામી બે દિવસ જોવા મળશે ગરમીનો પ્રચંડ પ્રકોપ

રાજસ્થાનમાં ગરમીનો પારો 45 પર પહોંચી ગયો છે ત્યારે પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે હિટવેવની અસર રહેશે. જેના કારણે બફારો અને ગરમીનો વધારે અનુભવાશે. કોરોના સમયમાં મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આમ છતાં હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલા ભરવા જણાવ્યું છે.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદઃ રાજ્યમાં આજે અને આવતીકાલે હિટવેવની અસર રહેવાની છે જેમાં આજનો દિવસ દક્ષિણ ગુજરાતના સુરતમાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હિટવેવની અસર વર્તાશે. હિટવેવના કારણે લોકોને ઘરની બહાર ના નીકળવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય આવતીકાલ એટલે કે 27મી મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હિટવેવની અસર વર્તાશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા લોકોને કેટલીક કાળજી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે, ગરમીમાં બહાર નીકળતી વખતે શરીર આખું ઢંકાયેલું રહે તેવી કાળજી રાખવા માટે જણાવ્યું છે.

આ સાથે હળવા રંગના, ઓછા વજનવાળા, સૂતરાઉના કપડા પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે માથું ઢંકાયેલું રહે તે રીતે બહાર નીકળવું. આવામાં તમે ટોપી, રૂમાલની સાથે છત્રી વગેરેનો પણ માથું ઢાંકવા માટે ઉપયોગ કરી શકો છો.

રાજ્યમાં હિટવેવના કારણે તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. આજે અમરેલીનું સૌથી વધુ મહત્તમ તાપમાન 44.4 રહેવાનું છે. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 44.3 રહેશે. આ સિવાય વડોદરાનું તાપમાન 43.2, સુરતનું 42.2, રાજકોટનું 41.9, ગાંધીનગરનું 43.0 રહેશે.

મહત્વનું છે કે, કોરોના વાઈરસના સમયમાં લોકો એસી ચાલું કરવાનું ટાળી રહ્યા છે એવામાં ગરમીનો સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે લોકો અકળામણ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details