ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Love Jihad Case : 'ધ અમદાવાદ સ્ટોરી', હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે યુપી લઈ જઈ ગુજાર્યો અમાનુસી ત્રાસ - યુવકે યુપી લઈ જઈ ગુજાર્યો અમાનુસી ત્રાસ

અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક લવ જેહાદની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં વિધર્મી યુવક પર જબરદસ્તી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવા ઉપરાંત યુવતી સાથે નાગત પળોના વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. બેલ્કમેલ કર્યા બાદ લગ્ન કરીને 7 વર્ષ સુધી સતત તેનુ શોષણ કરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે.

ahmedabad-hindu-girl-was-trapped-in-love-jihad-heathen-youth-took-her-to-up-and-subjected-her-brutal-torture
ahmedabad-hindu-girl-was-trapped-in-love-jihad-heathen-youth-took-her-to-up-and-subjected-her-brutal-torture

By

Published : Jun 28, 2023, 4:07 PM IST

આર.ડી ઓઝા, એસીપી, એચ ડિવીઝન

અમદાવાદ:ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક હિન્દૂ સમાજની યુવતીને વિધર્મી યુવકે જબરદસ્તી લગ્ન કરીને 7 વર્ષ સુધી શોષણ કર્યું અને બે બાળકો પણ પેદા કર્યા હોય તેવી ઘટના સામે આવી છે. યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈને અનેકવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પહેલા યુવતીને ધમકીઓ આપીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરાયુ અને બાદમાં હોટલમાં લઈ જઈ તેના અંગત પળોના વિડીયો બનાવી બ્લેકમેલ કરી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ગુનો દાખલ કરવામાં આવ્યો: આ અંગે અંતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 376 (2) N, 377,34, 354 (એ)(1)(1), 354(ડી)(1)(1), 506 (2), 507, 498 (ક), 114 તથા ગુજરાત સ્વતંત્ર અધિનિયમ 2003ની કલમ 3,4 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ઈકબાલ અન્સારી, શહેજાદ અન્સારી અને આબીદાબાનું અને અન્વર હુસેન સામે ગુનો દાખલ કર્યો છે.

'આ અંગે યુવતીની ફરિયાદના આધારે લવ જેહાદની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે પુરાવાઓ એકત્ર કરી તેની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. આરોપીએ યુવતીની જાણ બહાર તેના ધર્મ પરિવર્તન માટે એફિડેવીટ કરાવ્યું હતું, જે અંગે તેને હવે જાણ થઈ છે. જે તમામ બાબતોને લઈને તપાસ કરી આરોપીની ધરપકડ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.' -આર.ડી ઓઝા, એસીપી, એચ ડિવીઝન

ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ:યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર યુવક લગ્નનું એફિડેવીટ કરીને તેને ઉત્તરપ્રદેશમાં લઈ જઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું અને જબરદસ્તી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. ત્યારબાદ ઉત્તરપ્રદેશ લઈને જઈને 7 વર્ષ સુધી શોષણ કર્યું. આ દરમિયાન યુવતીએ બે બાળકોને જન્મ આપ્યો હતો. યુવતી અંતે ભાગી છૂટી અને અમદાવાદ આવીને પોલીસની મદદ લીધી હતી.

સ્ત્રી મીત્ર દ્વારા યુવતી આવી હતી સંપર્કમાં: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતી નીશા (નામ બદલેલ છે)ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. હાલ છેલ્લાં 5 દિવસથી તેની માતા સાથે રહે છે. સાત વર્ષ પહેલા તે માતા-પિતા તેમજ દાદા સાથે ગોમતીપુર ખાતે રહેતી હોય અને સરસપુર ખાતે એક ક્લાસીસમાં કોમ્પ્યુટર ક્લાસીસ કરતી હતી. ગોમતીપુર ખાતે અન્ય તેની એક સ્ત્રી મીત્ર કાળીદાસ મીલ ખાતે નોકરી કરતી હોય અને તેની સાથે ઈકબાલ હુસેન અનવર હુસેન અન્સારી પણ કામ કરતો હતી. નીશા તેની બહેનપણીને મળવા જતી હોય ત્યારે ઈકબાલ અન્સારી તેના પરિચયમાં આવ્યો હતો.

પ્રેમજાળમાં ફસાવી:ઈકબાલ ધીમે ધીમે તેણે નીશા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. જોકે વખતે યુવતી તેને જવાબ આપી ન હતી, છતાં ઈકબાલ તેનો પીછો કરતો હતો અને તેની બહેનપણી પાસેથી નીશાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. નીશા જ્યાં જાય ત્યાં તેનો પીછો કરતો હતો અને “હું તને ખૂબ પ્રેમ કરું છું તારા વગર મરી જઈશ તારા વગર જીવી શકું નહીં” તેવું જણાવતો હતો જોકે યુવતી તેની વાતમાં આવી ન હતી.

વીડિયો બનાવી બેલ્કમેલ: ઈકબાલ તેને લગ્ન કરવાનું જણાવી અવારનવાર ફરવા લઈ જતો હતો. નીશાએ તેના ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ઇકબાલે જણાવ્યું હતું કે તેની પાસે ખૂબ જ રૂપિયા છે અને અમદાવાદમાં પોતાનું મકાન પણ છે અને જ્યારે પણ ફરવા લઈ જતો ત્યારે તેના ફોટા પાડતો હતો. 2015 માં નીશાને ઈકબાલ રાયપુર બિગ બજાર પાસે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને જબરદસ્તી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેનો વિડીયો પણ બનાવેલો હતો અને ત્યારબાદ વારંવાર નીશાને જબરદસ્તી ગેસ્ટ હાઉસમાં લઈ જવા માટે દબાણ કરતો હતો. ઇકબાલ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. તે વખતનો વિડીયો હોય તેવો આક્ષેપ યુવતી ફરિયાદમાં કર્યો છે.

લગ્નનું એફીડેવીટ: 24 જાન્યુઆરી 2016 ના રોજ ઈકબાલ નીશાને ભગાડીને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે લઈ ગયો હતો અને ત્યાંથી ભિવંડી તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. બે દિવસ તેને રાખી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ મુંબઈમાં ખાના કોર્ટમાં લઈ જઈ ત્યાં કોર્ટની અંદર નહીં પરંતુ બહાર બે સ્ટેમ્પ પેપરમાં મરાઠીમાં લખાણ કર્યું હતું, જેમાં તેની સહીઓ કરાવી લીધી હતી. જે લખાણમાં ફક્ત નીશાને સહી કરવાનું જણાવતા તેણે સહી કરી હતી અને તેને મરાઠીમાં લખાણ હોય તે વાંચી શકે ન હતી.

યુવતી બની ગર્ભવતી:ઇકબાલે તે સમયે નીશાને જણાવ્યું હતું કે તેણે નીશા સાથે લગ્ન કરી લીધા છે તેના કાગળ બનાવ્યા છે. બાદમાં તે નીશાને ભીવંડી ખાતે લઈ ગયો હતો અને ત્યાં ત્રણ મહિના સુધી ભાડાના મકાનમાં રાખી હતી અને તેની સાથે શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. જે સમયે ઇકબાલે તેની માતા આબીદાબાનુંને બોલાવી હતી અને તેની માતા નીશાને તેના વતનમાં ઉત્તર પ્રદેશ ખાતે લઈ ગઈ હતી. જે બાદ નીશા ઉત્તરપ્રદેશમાં પરિવારના સભ્યો સાથે રહેતી હતી, તેને પોતાનું નામ બદલવું ન હોય છતાં પણ ઇકબાલે જબરદસ્તીથી તેનું નામ બદલીને મુસ્લિમ નામ લખાવ્યું હતું અને તેને ઘરમાં તે નામે જ બોલાવતા હતા. 24 ડિસેમ્બર 2016 ના રોજ નીશાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.

દિયર કરતો હતો છેડતી:નિશાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ઈકબાલ વર્ષમાં એક જ વખત મળતા આવતો હતો અને ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. નીશા તેને પોતાની સાથે રહેવાનું કહેતા તે ગામડે રહેવાની ના પાડતો હતો અને તેની સાથે લઈ જવાનું કહેતા તે સાથે પણ ન લઈ જતો હતો. નીશાનો દિયર શહેજાદ હુસેન અન્સારી નીશા સાથે સંબંધ રાખવા અવારનવાર તેને શરીરના ભાગે સ્પષ્ટ કરી છેડતી કરતો હતો.

પરિવારના લોકો આપતા હતા ત્રાસ: ઈકબાલની માતા નીશાને આજુબાજુના લોકો સાથે પણ વાતચીત કરવા દેતી ન હતી તેના માતા-પિતા તેને ઘરકામ તેમજ અન્ય નાની-નાની વાતોમાં હેરાન કરતા હતા અને માર મારતા હતા. ખાવાનું પણ બરાબર ન આપતા હતા. સાથે જ ઘરની બહાર પણ નીકળવા ન દેતા હતા અને સીવણનું કામ યુવતીને આવડતું ન હોવા છતાં પણ તેને મારી મારીને શીખવાડ્યું હતું અને આખો દિવસ માર મારી માત્ર કામ કરાવતા હતા.

7 વર્ષ સુધી શોષણ: ફરિયાદમાં જણાવ્યા અનુસાર જે બાદ નીશાના સાસરીયાઓ અવારનવાર તેને ઈચ્છા વિરુદ્ધ માંસ ખવડાવતા અને રાંધવા માટે પણ ફરજ પાડતા હતા. નીશાએ પતિને મોબાઇલ ફોનથી આ બાબતની જાણ કરતાં તેના પતિએ ફોન કાપી નાખ્યો હતો. નીશાનો પતી એક વર્ષે આવ્યો હતો અને એકાદ મહિનો રોકાતા અને તે પોતાની તકલીફ જણાવતી તો તેઓ માતા-પિતાનું ઉઘરાણું લઈને જબરદસ્તી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને યુવતીને માત્ર એક કામવાળી અને ગુલામની જેમ સાત વર્ષ સુધી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની અંદર ગોંધી રાખી હતી.

બાળકોને ભડકાવતા:31 ઓગસ્ટ 2018 ના રોજ નીશાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો, ત્યારબાદ સતત તેના બાળકો સાથે પણ ભેદભાવ કરવામાં આવતો હતો. બાળકોને માર મારીને ગાળો બોલીને “તારી મા હિન્દુ છે, આપણે તો મુસલમાન છીએ આને તો મારી જ નાખવાની છે. આ ક્યાંથી આવી છે, અહીંયાથી બહાર નીકળી જાને “ એમ કહેતા હતા અને નીશા બહાર જવાનો પ્રયત્ન કરતી તો તેને બહાર જવા દેતા ન હતા.

અંતે યુવતી ભાગી: સાત દિવસ પહેલા નીશાએ તેની સાસુને પોતાને તેને આંખે દેખાતું નથી અને સિલાઈ કામ કરવામાં તકલીફ પડે છે, ચશ્મા બનાવવા છે, તેવું જણાવતા તેની સાસુએ તેને ચશ્મા બનાવવા માટે બહાર નીકળવા દેતા તે ઉત્તર પ્રદેશથી લગ્ન બાબતેના કાગળો લઈને અમદાવાદના ગોમતીપુર ખાતે માતાના ઘરે આવી હતી. અમદાવાદ આવ્યા બાદ તેના પતિ દ્વારા તેના બહેનના ફોન ઉપર ફોન કરીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ તે કાગળો લઈને વકીલ પાસે જતા તેને જાણ થઈ હતી કે એફિડેવીટ કરીને તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, અને ફક્ત એફિડેવીટ ઉપર લગ્ન કરવામાં આવ્યા છે.

  1. Surat Crime : આર એમ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીની આત્મહત્યા, શિક્ષક અને આચાર્ય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
  2. Pune Crime News: પૂણેમાં એકતરફી પ્રેમમાં યુવકે કર્યો યુવતી પર હુમલો

ABOUT THE AUTHOR

...view details