ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદમાં ભારે વાહનોથી થતાં અકસ્માતના કિસ્સામાં 50 ટકા કેસમાં લોકોના મોત

અમદાવાદના રોડ પર યમરાજ બનીને ભારે વાહનો ફરતા અકસ્માતના બનાવો વધતા હોવાનું સામે આવ્યું છે. ભારે વાહનોમાં AMTS-BRTS,એસ.ટી, ટ્રક દ્વારા સર્જાતાં અકસ્માતમાં 50 ટકાથી વધુ કિસ્સામાં મોત થયા છે. જોક, અકસ્માત થતાં પોલીસ કાર્યવાહી પણ કરે છે. ત્યારે હાલ સામાન્યથી લઈને ગંભીર અકસ્માતના આકંડાઓ ચોંકાવનારા સામે આવ્યા છે.

Ahmedabad News : અમદાવાદમાં ભારે વાહનોથી થતાં અકસ્માતના કિસ્સામાં 50 ટકા કેસમાં લોકોના મોત
Ahmedabad News : અમદાવાદમાં ભારે વાહનોથી થતાં અકસ્માતના કિસ્સામાં 50 ટકા કેસમાં લોકોના મોત

By

Published : May 15, 2023, 7:37 PM IST

Updated : May 15, 2023, 8:49 PM IST

અમદાવાદમાં અકસ્માતના 50 ટકાથી વધુ કિસ્સામાં થયા છે લોકોના મૃત્યુ

અમદાવાદ : શહેર મેટ્રો સિટી બનતા જ તેમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ સવિશેષ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 1200થી 1500 અકસ્માતની ઘટનાઓ બને છે, પરંતુ જે અકસ્માતમાં સામાન્ય લોકોનો જીવ જતો હોય તેવા અકસ્માતો મોટા ભાગે ભારે વાહનો દ્વારા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

બસ ડ્રાઈવરની બેદરકારી : થોડા દિવસો પહેલા એક બસનો ડ્રાઈવર દારૂના નશામાં મણીનગર બસ સ્ટેન્ડ પાસેથી લોકોએ ઝડપી પાડ્યો હતો. જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, ત્યારે હાલમાં એક AMTSનો બસ ડ્રાઈવર એક હાથે મોબાઈલથી વાતો કરતો અને બીજા બાથે બસ ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તપાસના આદેશ અપાયા છે.

50 ટકાથી વધુ કિસ્સામાં મોત :અમદાવાદ શહેરમાં હાલની સ્થિતીએ વાહનોની સંખ્યા લાખોમાં છે અને દર વર્ષે અનેક વાહનો નવા છોડાવવામાં આવે છે. ખાસ કરીને અકસ્માતોની સ્થિતીની વાત કરીયે તો ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર તેમજ ભારે વાહનોમાં AMTS-BRTS,એસ.ટી, ટ્રક, ટ્રેલર, ટેન્કર ક્રેન જેવા વાહનો દ્વારા સર્જાતા હોય છે. અમદાવાદમાં જે અકસ્માત થાય છે. તેમાં કુલ અકસ્માતમાં 50 ટકાથી વધુ કિસ્સામાં મોત થયું હોય તો તે ભારે વાહનોના કારણ કરવામાં આવેલું અકસ્માત હોય છે.

અકસ્માતમાં મૃત્યુ આંક

ટ્રાફિક પોલીસ ગુનો : અમદાવાદ શહેરમાં અનેક પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. જેમાં ટ્રક, ટ્રેલર દ્વારા માલસામાન પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે, તેવામાં તેવા વાહનો સહિત સરકારી અને ખાનગી બસો જે રોડ પર દોડે છે, તેના દ્વારા પણ અકસ્માત સર્જવામાં આવે છે. જેમાં વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ ગુનો નોંધી ધરપકડ કરે છે.

અકસ્માત થાય ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગુનો નોંધી ધરપકડ પણ કરવામાં આવે છે. ભારે વાહન હોય કે સામાન્ય વાહન હોય તમામ સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. - એન.એન ચૌધરી ટ્રાફિક પોલીસ કમિશનર

અમદાવાદમાં થયેલા સામાન્ય - ગંભીર અકસ્માતો

ભારે વાહનોનો રાફડો : આ અંગે અમદાવાદનાં લોકોનો અભિપ્રાય પણ જાણવાનો ETV ભારતે પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓનું માનવું છે કે હાઇવે પર ભારે વાહનો હોય તે સ્વભાવિક છે પરંતુ અમદાવાદ સિટીમાં પણ ભારે વાહનોનો રાફડો ફાટી નિકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાંજ પડે પાલડી, મેમ્કો ચાર રસ્તા, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં ખાનગી લક્ઝરી બસો રોડ પર ફરતી જોવા મળી છે. ભારે વાહનો તો શહેરમાં દિવસે પણ ફરતા હોવાથી તેના કારણે અકસ્માતમાં મોતની ટકાવારી વધુ જોવા મળે છે.

Surat Accident: સુરતના બારડોલી પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 નાં મોત

Ahmedabad Crime : અકસ્માતના નામે વાહન ચાલકોને રોકી લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાઈ

Accident In Patan : પાટણમાં હીટ એન્ડ રન એક વૃદ્ધનું મોત ચાર થયા ઈજાગ્રસ્ત

Last Updated : May 15, 2023, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details