આ સમગ્ર ઘટનાના સીસીટીવીમા કેદ થતા બીઆરડીએસના સંચાલકનો ભાંડો ફુટયો હતો. આ કેસમા પોલીસે દારૂનો કેસ નોંધ્યો છે, પરંતુ અન્ય આરોપીઓ વિરૂધ્ધ ગુનાહિત કૃત્યને લઈને કોઈ કલમનો ઉમેરો નહિ કરતા, તેમજ પોલીસની તપાસમા પણ ઢીલી ગતિથી કંટાળીને ફરિયાદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેને લઈને હાઈકોર્ટે આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસની ટીકા કરીને કલમને ઉમેરવાને લઈને પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
અમદાવાદ:ગાડીમાં દારૂ મુકવામાં કાવતરા મામલે હાઇકોર્ટે પોલીસને તપાસના આપ્યા નિર્દેશ... - Ahmedabad high Court Case
અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમા આવેલી સ્કાઈ બ્લુ ડિઝાઈનર ઈન્સ્ટીટયુટ અને બીઆરડીએસ ઈન્સ્ટીટયુટ વચ્ચે શૈક્ષણિક હરીફાઈનો વિવાદ સામે આવ્યો હતો. જેમા બીઆરડીએસના સંચાલક ભવનસિંહ રાઠોડ અને તેમના માણસોએ સ્કાઈ બ્લુની સંસ્થાને બદનામ કરવા માટે મેનેજરની કારમા દારૂ છુપાઈને પોલીસને બાતમી આપી હતી.
સ્કાઈ બ્લુ અને બીઆરડીએસ સંસ્થા વચ્ચે ઘણા સમયથી હરિફાઈ ચાલી રહી છે.. ડિઝાઈનર કોર્ષ ચલાવતી આ સંસ્થાઓ સ્ટુડન્ટના એડમીશનને લઈને આમને -સામને છે.. ત્યારે આ ગુનાહિત કાવતરાને લઈને સેટેલાઈટ પોલીસે સ્કાઈ બ્લુ ઈન્સ્ટીટયુટના ડ્રાઈવર કાસીફુદ્દીન અબ્બાસીની ફરિયાદ લઈને આરોપી હનીફ મલેક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી. પરંતુ માસ્ટર માઈન્ડ એવા ભવરસિંહ રાઠોડે આગોતરા જામીન મેળવી લેતા પોલીસ તેમની ધરપકડ કરી શકી નહતી.
પોલીસની કામગીરીને લઈને ફરિયાદીએ રોષ વ્યકત કર્યો.. પરંતુ પોલીસે બચાવ કર્યો કે નીચલી કોર્ટમા કાવતરાની કલમ ઉમેરવા માટે પોલીસે અરજી કરી.. પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરી હતી. પરંતુ પોલીસ દ્રારા રિવઝન અરજી કરવા આવી નહતી. જેના કારણે ફરિયાદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવા પડયા હતા. હાલમા સેટેલાઈટ પોલીસે આ કેસને લઈને હાઈકોર્ટમા રિપોર્ટ રજૂ કરીને રિવિઝન અરજીને લઈને કાર્યવાહી શરૂ કરી છે.
બે શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેની હરીફાઈ અને વિવાદમા ગુનાહિત કૃત્યનુ ષડયંત્ર રચાયુ હોવાનુ તપાસમા ખુલ્યુ.. પરંતુ પાંચ મહિના બાદ પણ હજુ સુધી પોલીસે કોર્ટમા ચાર્જશીટ નહિ કરતા અનેક તર્ક-વિતર્ક ચર્ચાઈ રહયા છે.. આ કેસમા હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસે સરકારી વકીલના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરી છે.