ગુજરાત

gujarat

અમદાવાદ: ગોબ્લિન ઈન્ડિયાનો રૂપિયા 15 કરોડનો SME IPO ખુલ્યો

By

Published : Sep 30, 2019, 11:41 PM IST

અમદાવાદઃ શહેરમાં સ્થિત લગેજ કંપની ગોબ્લિન ઇન્ડિયા કે જે ભારત અને ફ્રાન્સમાં વ્યાપક હાજરી ધરાવે છે, તે 15 કરોડના SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે, આ IPO હવે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે અને 5 ઓકટોબરના રોજ બંધ થશે.

અમદાવાદ:ગોબ્લિન ઈન્ડિયાનો રૂપીયા.15 કરોડનો SME IPO ખુલ્યો

ગોબ્લિન ઇન્ડિયાનો ઉદ્દેશ દસ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા અંદાજે ૫૫ થી ૬૦ ની કિંમતવાળા 29.24 લાખ ઈક્વિટી શેર બહાર પાડીને 15 કરોડ ઊભા કરવાનો છે. આ શેરનું લિસ્ટિંગ BSB અને SME પ્લેટફોર્મ ઉપર કરવામાં આવશે. અમદાવાદ સ્થિત આ લગેજ કંપની જાહેર ભરણું લઈને આવનારા લગેજ ઉદ્યોગની ત્રીજી કંપની બની રહેશે. આ ભરણા દ્વારા પ્રાપ્ત થનારી રકમનો ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા માટે અને વિતરકોની સંખ્યા ૩૦૦ થી વધારીને ૧૦૦૦ સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરવામાં આવશે.

ગોબ્લિન ઈન્ડિયાનો રૂપિયા 15 કરોડનો SME IPO ખુલ્યો
ગોબ્લિન ઇન્ડિયા દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે નવી બેગ લૉન્ચ કરવામાં આવી છે. જે સેન્સર તથા ફિંગર પ્રિન્ટયુક્ત હશે. જેનાથી બેગનું લોક ફિંગરપ્રિન્ટના આધારે ખુલશે અને બેગ સેન્સરના આધારે ચાલશે. આ અમદાવાદની પ્રથમ કંપની હશે જે આ પ્રકારે બેગનું વેચાણ શરૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details