ભાગલપુર બ્રિજના કૌભાંડમાં પડઘા ગુજરાતમાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર અમદાવાદ: બિહારના ભાગલપુર તૈયાર કરવામાં આવી રહેલ ઓવરબ્રિજ અચાનક ધરાશાયી થતા તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ બ્રિજનું કામ બાંધકામ હરિયાણાની એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ કંપની દ્વારા ભારતમાં અનેક મોટી નદીઓ ઉપર પણ અનેક બ્રિજનું નિર્માણ કર્યું છે. ત્યારે આ જ કંપની ગુજરાતમાં પણ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું કામ કરી રહી છે. જેને લઈને વિપક્ષ દ્વારા પણ અનેક સવાલો કરી રહ્યું છે.
લોકોના જીવ સાથે ખીલવાડ: કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે જે સિગ્નેચર બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. તે હરિયાણાની એસ.પી સીમલા કંપની તેનું બાંધકામ કરી રહી છે અને આ એ જ કંપની છે કે જે બિહારના ભાગલપુરમાં બ્રિજ બનાવવાની કામગીરી કરી રહી હતી. જે બ્રિજ અચાનક ધરાશાયી થયો છે.જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું પણ સામે આવ્યું હતું. આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને સવાલ છે કે કોન્ટ્રાક્ટરને કમિશન આપીને કામ કરવામાં આવે છે અને તેને સાથે જનતાના જીવ સાથે પણ ખેલવાડ કરવામાં આવી રહ્યો છે.
"બિહારના ભાગલપુર બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેનું કામ હરિયાણાની એસપી સિંગલા કંપની કરી રહી હતી. ગુજરાતમાં પણ ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું કામ કરી રહી છે. ત્યારે તેમને માંગ કરી હતી કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. કામગીરીની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે ગુજરાતમાં આ કંપનીની કામગીરી ચાલી રહી છે. તો તેનું મટીરીયલ ચેક થવું જોઈએ ક્યાંય ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનું પણ ધ્યાન લેવું જોઈએ"-- ઈશુદાન ગઢવી (આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ)
અન્ય રાજ્યમાં પણ કામગીરી:ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ કંપની દ્વારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ પોતાનું કામગીરી ચાલી રહ્યો છે. તો ત્યાં પણ આ કંપનીની કામગીરીની તપાસ કરવામાં આવે અને કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કંપની દ્વારા દેશની અનેક મોટી નદીઓ ઉપર બ્રિજ બાંધવાની કામગીરી કરી છે. જેમાં કોશી,ગડક,સતલજ, નર્મદા જેવી નદીઓ પર ઓવરબ્રિજ બનાવ્યા છે. ત્યારે હવે તેની ભાગલપુરમાં તૈયાર કરવામાં આવેલ બ્રિજ ધરાશાયી થતા જ તેની ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
- Ahmedabad news: અમદાવાદ ટ્રાફિક પોલીસ બની વાહન ચાલક માટે દેવદૂત, છાતીમાં દુખાવો થતા પોલીસે હોસ્પિટલ મોકલી બચાવ્યો જીવ
- Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ
- Ahmedabad Traffic Police: ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા અમદાવાદીઓ સામે પોલીસની કાર્યવાહી, 123 વાહન ડિટેઇન