અમદાવાદ:શહેર જાણે ડ્રગ્સનો અડો બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે કેમકે રોજ એક કિસ્સો ડ્રગ્સ પક્ડાવાનો સામે આવતો હોય છે. ફરી વાર શહેરમાંથી ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી મળી રહી છે.રામોલમાં બરોડા એક્સપ્રેસ હાઇવેના નાકેથી કારમાં ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. એક યુવતી સહિત વડોદરાના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 16.120 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત રુપિયા 1.61 લાખ અને કાર સહિત રુપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફિરદોષ મન્સૂરી અને આશિષ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપીઓ આપતા હોવાનું સામે આવ્યું છે.
જગ્યાએ મળ્યા:આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે ફીરદોશ મન્સૂરી અને આશિષ પરમાર પાંચ વર્ષ પહેલા એક જગ્યાએ મળ્યા હતા. અને જે બાદ ફીરદોશ મન્સૂરીએ આશિષ સાથે રહેવા માટે પોતાના પતિને છૂટાછેડા આપ્યા હતા. જે બાદ બંને લિવ ઈન રિલેશનશિપમાં વડોદરા રહેતા હતા. આ ગુનામાં ઝડપાયેલો આશિષ પરમાર પોતે ડ્રગ્સનઓ બંધાણી હતો. જેના કારણે ફિરદોશ પણ ડ્રગ્સના રવાડે ચઢી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ