અમદાવાદ : શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે, શહેર SOG ક્રાઇમે વેજલપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 3.90 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન મળી આવતા NDPSની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે આ મામલે આરોપીની સાથે સામેલ અન્ય એક આરોપી વોન્ટેડ હોય તેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત : અમદાવાદ શહેર SOGની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમીના આધારે વેજલપુર રોયલ અકબર ટાવરની પાછળ આદીમ સોસાયટી આગળથી સિંકદર હુસેન અંસારી નામનાં જુહાપુરાના યુવકની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા તેની પાસેથી 39 ગ્રામ 170 મીલીગ્રામ મેફેડ્રોન મળી આવ્યો હતો. આ મામલે આરોપીની વધુ તપાસ માટે તેને SOGની કચેરીઓ લાવી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3.91 લાખની કિંમતનું ડ્રગ્સ તેમજ એક્ટીવા સહિત કુલ 4.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
આરોપીની પુછપરછ :આ મામલે પકડાયેલા આરોપીની ધરપકડ કરી SOG ક્રાઈમે તપાસ કરતા તેને આ ડ્રગ્સ જુહાપુરાના મોઈન ઉર્ફે કાણાએ આપ્યું હોવાની કબૂલાત કરી હતી. જેથી SOG ક્રાઈમે તેની ધરપકડ માટેની કામગીરી પણ શરૂ કરી છે. મહત્વનું છે કે પકડાયેલો આરોપી આ ડ્રગ્સ કોઈને આપવાનો હતો કે કેમ તે તમામ દિશામાં આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડ્રગ્સ પેડલર છે અને છેલ્લાં બે વર્ષથી પોતે પણ ડ્રગ્સનું વ્યસન કરે છે. હાલ વધુ તપાસ ચાલુ છે.- જયરાજસિંહ વાળા (DCP, ક્રાઇમ)
ડ્રગ્સ પેડલરોની ધરપકડ : મહત્વનું છે કે અગાઉ પણ જુહાપુરા વિસ્તારમાંથી અનેક ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. જે પેડલરો દ્વારા શહેરના પોશ વિસ્તારમાં ગ્રાહકો શોધીને તેઓને ડ્રગ્સના રવાડે ચઢાવવામાં આવ્યા હોય, ત્યારે આ આરોપી કેટલા સમયથી ડ્રગ્સનો વેપલો કરે છે તે પણ તપાસ શરૂ કરાઈ છે.
- Patan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
- Ahmedabad Crime: વિધર્મી યુવકને પકડવા ગયેલા હિન્દુ સગંઠનના સભ્યોએ ડ્રગ સપ્લાયરને પકડી લીધો
- Ahmedabad News : સરકાર પર લાલપીળી થઇ કોંગ્રેસ, નશીલા પદાર્થો સામે કાર્યવાહી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ