નિકોલ રીંગરોડ પર AMCની ગાડીના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા સ્થળ પર જ મોત અમદાવાદ:શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એએમસીના કચરાની ગાડીના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી ભાવેશ ઢાકેચા નામના યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે આઈ ડિવિઝનના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગાડી ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃત હાલતમાં મળી આવ્યો: આ સમગ્ર મામલે નિકોલ વિસ્તારમાં રહેતા મગનભાઈ ઢાંકેચા નામના 62 વર્ષીય વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે. તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાતના દસેક વાગ્યે તેઓ નિકોલ વિસ્તારમાં હતા. ત્યારે સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ ફોન કરીને તેઓના ભત્રીજા ભાવેશ ઢાંકેચાનું નિકોલ મારુતિ શોરૂમ સામે અકસ્માતમાં મોત થયું છે તેવી જાણ કરી હતી. જે પ્રકારની જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેઓના ભત્રીજા ભાવેશને શરીરને અલગ અલગ ભાગો ઉપર ઇજાઓ થઈ હોય અને તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
નિકોલ રીંગરોડ પર AMCની ગાડીના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા સ્થળ પર જ મોત પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી:ભાવેશ ઢાંકીજાના લગ્ન થયેલ ન હોય તે વટવા ખાતે ડી.યુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતો હતો. સ્થળ પર એક ટાટા 407 ગાડી પડી હતી. જે ગાડીના ચાલક દ્વારા અકસ્માત કરીને તેઓના ભત્રીજાની મોત નીપજાવી હોવાની જાણ થતા સમગ્ર બાબતને લઈને ટ્રાફિક પોલીસ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ગાડી ચાલક ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
12 લોકોના મોત: ગઈ કાલે ભાવનગરથી મથુરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. ભરતપુર જિલ્લાના હંત્રા નજીક જયપુર-આગ્રા હાઈવે પર બસ સાથે ટ્રેલર વાહન અથડાતા 12 લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. પોલીસે તમામ ઘાયલોને આરબીએમ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
- Surat Accident News : સરકારી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
- Surat Accident News : સાયણ ગામની સીમમાં પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો