ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : યુવતીને છેડતાં યુવકને લોકોએ માર માર્યો, પોલીસે બચાવ્યો બાદમાં થયો મોટો ઘટસ્ફોટ - ઇસનપુરમાં અન્ય સમુદાયના યુવક દ્વારા યુવતીની છેડતી

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં અન્ય સમુદાયના યુવક દ્વારા યુવતીની છેડતી કરવાનો બનાવ બન્યો હતો. રોડ પર ઉભા રહેલા લોકોના ટોળાએ યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે બચાવ્યો એ બાદ થયેલી તપાસમાં બહુ જ મોટો ઘટસ્ફોટ થયો હતો.

Ahmedabad Crime : યુવતીને છેડતાં યુવકને લોકોએ માર માર્યો, પોલીસે બચાવ્યો બાદમાં થયો મોટો ઘટસ્ફોટ
Ahmedabad Crime : યુવતીને છેડતાં યુવકને લોકોએ માર માર્યો, પોલીસે બચાવ્યો બાદમાં થયો મોટો ઘટસ્ફોટ

By

Published : Aug 4, 2023, 6:10 PM IST

યુવકની ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગઇકાલ મોડી સાંજ પછી લોકોએ એક યુવકને માર માર્યો હતો. અને પોલીસ તે યુવકને બચાવી પોલીસમથક લઈ જઈ રહી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ઇસનપુરના આવકાર હોલ પાસે અન્ય સમુદાયના યુવક દ્વારા યુવતી અને તેના પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ સ્થાનિક લોકો યુવકને પકડીને માર મારવાનો પ્રયત્ન કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જે જગ્યા પર ઘટના બની ત્યા જ બંદોબસ્તમાં ઊભેલી પોલીસે આ યુવકને ટોળામાંથી બચાવી પોલીસમથક પહોંચાડ્યો હતો.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં અન્ય સુમદાયના યુવક દ્વારા યુવતીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો હતો. જોકે પોલીસની પ્રાથમિક રીતે તપાસ પૂછપરછમાં સામે આવ્યું છે કે યુવક અને યુવતી બંને એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. યુવક અને યુવતી વચ્ચેની મિત્રતાની પરિવારને જાણ થઈ હતી, જે પછી યુવકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને યુવતી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આમછતાં યુવતી જ્યારે ટ્યુશનમાં જઈ રહી હતી, ત્યારે આ યુવક તેનો પીછો કર્યો હતો. જોકે આ સમગ્ર વાત યુવતીએ તેના પરિવારને જણાવી હતી અને યુવતીના પરિવારે યુવકને મળવા માટે બોલાવ્યો હતો...મિલાપ પટેલ(એસીપી, અમદાવાદ કે ડિવિઝન)

બાજૂમાં જ પોલીસ ચોકી :વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઇસનપુરના આવકાર હોલ પાસે યુવક અને યુવતી તેમજ યુવતીના પરિવારજનો વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી. જેથી આજુબાજુમાં ઉભેલા લોકોએ આ અન્ય સમુદાયના યુવકનું નામ પૂછ્યું હતું અને બાદમાં યુવકને માર માર્યો હતો. જોકે બાજુમાં જ પોલીસ ચોકી હોવાને કારણે પોલીસે સતર્કતા દાખવી હતી અને આ અન્ય સમુદાયના યુવકને ઊંચકીને ઇસનપુર પોલીસમથક પહોંચાડ્યો હતો.

દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું : એક અન્ય સમુદાયના યુવક દ્વારા યુવતીની છેડતી અને બોલાચાલી થયાના સમાચારને કારણે થોડી વાર માટે ઇસનપુર વિસ્તારમાં વાતાવરણ તંગદિલીભર્યું જોવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને આસપાસના વિસ્તારોના પોલીસ અધિકારીઓ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા યુવક અને યુવતીની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને એકબીજાથી પરિચિત હતા. પરંતુ થોડા દિવસથી બંનેએ એકબીજા સાથે સંબંધો તોડી નાખ્યા હતા. યુવક અને યુવતી જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા જે બાદ યુવતીએ સબંધ તોડી નાખ્યાં હોવા છતાં યુવક તેને પહેલાંના ફોટો બતાવી બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું હતું.

યુવકની ધરપકડ : ઇસનપુર પોલીસે યુવતીની ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે રાત્રે મોટી સંખ્યામાં લોકો તેમજ બજરંગદળ સહિતના કાર્યકરો આવી પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

  1. Surat News: યુવકે સિગારેટના પૈસા નહિ આપતા ચાર શખ્સોએ યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો
  2. Watch Video: AMUમાં હિંદુ યુવકને બેલ્ટ વડે માર માર્યો, પગમાં પાડીને નાક ઘસેડયું
  3. Surat Crime : સુરતમાં સામાન્ય બાબતમાં પતિએ પત્નીની મારી, દુખાવો સહન ન થતાં પત્ની ઊંઘની 5 ગોળી પીને સૂઈ ગઈ

ABOUT THE AUTHOR

...view details