આઈફોનને અનલોક કરી વિદેશમાં વેચતી ગેંગના સાગરિતને ઝડપી લીધો અમદાવાદ : એપલ કંપનીના આઈફોનને સૌથી સિક્યોર ફોન માનવામાં આવે છે પણ સાયબર ગઠિયાઓ દ્વારા એ કંપનીના ફોન સાથે પણ ઠગાઈ કરતા શીખી ગયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આવી જ એક ગેંગના એક સાગરીતની ધરપકડ કરી છે. જે એપલ કંપનીના ખોવાયેલા, ચોરાયેલા આઈફોનને પ્લાનીંગથી અનલોક કરી બારોબાર વિદેશ વેચી નાખતા હતા.
સાયબર ક્રાઇમના ધ્યાને આવી બાબત : એપલ કંપનીના ખોવાયેલા, ચોરાયેલા મોંઘા ફોનના એપલ આઈડી તથા પાસવર્ડ ફિશિંગ લિંક મારફતે માલિક પાસેથી મેળવી એપલ કંપનીના ફોનને અનલોક કરીને તેને અન્ય જગ્યાએ વહેંચીને ગુનાહિત કૃત્ય કરનાર ગેંગના એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમના ધ્યાને એક બાબત આવી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime : સાયબર ગઠિયાઓ આ રીતે કરે છે તમારા બેન્ક એકાઉન્ટ સાફ, જાણો કઈ રીતે બચી શકાય
આરોપી મોહસીનખાન મનસુરી :સાયબર ક્રાઇમના ધ્યાને આવેલી બાબતમાં એપલ કંપનીના ફોન ચોરાયા બાદ માલિકને મેસેજ મોકલવામાં આવતા હતાં. તે લિંક ખોલીને માલિક આઈડી પાસવર્ડ નાખતા જે બાદ તે ફોન અનલોક થઈને બારોબાર વેચાઈ જતા હતા. જે બાબતે સાયબર ક્રાઇમે તપાસ કરીને ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ અંતે આ સમગ્ર મામલે નવસારીમાંથી મોહસીનખાન મનસુરી નામના 34 વર્ષીય યુવકની ધરપકડ કરેલ છે.
આ પણ વાંચો Ahmedabad Crime : લ્યો બોલો પોલીસ બનીને લૂંટફાટ કરનાર શખ્સ ઝડપાયો
200થી વધુ આઈફોન અનલોક કર્યાં :આરોપી પાસેથી ગુનો કરવા માટે વપરાયેલા જુદા જુદા ડિવાઇસ પણ કબજે કરવામાં આવ્યા છે. તેણે 200થી વધુ આઈફોન આ રીતે અનલોક કર્યા હોવાની પણ હકીકત સાયબર ક્રાઈમને ધ્યાને આવે છે. આરોપીઓ દ્વારા આઈફોન ચોરી કરી અથવા તો ચોરી કરનાર પાસેથી મેળવીને તેને આ પ્રકારે મૂળ માલિક પાસેથી ફિશિંગ લિંકના માધ્યમથી ક્લાઉડ આઈડી પાસવર્ડ મેળવી અનલોક કરીને બારોબાર વિદેશમાં ઓછી કિંમતે વેચી નાખતા હતાં. ત્યારે આ મામલે ગુનામાં સામેલ અન્ય આરોપીઓ અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ફિશિંગ લિંક મોકલતો હતો : આ અંગે સાયબર ક્રાઈમના ACP જે. એમ. યાદવે જણાવ્યું હતું કે હાલ નવસારીથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ખૂબ જ મોટો ડેટા મળી આવ્યો છે. તે જે ફિશિંગ લિંક મોકલતો હતો તે અંગે પણ માહિતીઓ સામે આવી રહી છે. હાલમાં આરોપીને પકડીને આ ગુનામાં તેની સાથે કેટલા લોકો સામેલ છે. તે આઈફોન કેટલા રૂપિયામાં વેચતો હતો તે તમામ દિશામાં સાયબર ક્રાઇમ એ તપાસ હાથ ધરી છે.