ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : 26 વર્ષથી ફરાર આરોપીને ખંડવાથી પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, લૂંટ અને ફાયરિંગનો ગુનો

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામથી ઈનામી આરોપીને ઝડપી લીધો છે. આરોપી 26 વર્ષથી ફરાર હતો અને તેના પર નવસારીમાં લૂંટ અને ફાયરિંગનો ગુનો છે. વધુ વિગત અહેવાલમાં.

Ahmedabad Crime : 26 વર્ષથી ફરાર આરોપીને ખંડવાથી પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, લૂંટ અને ફાયરિંગનો ગુનો
Ahmedabad Crime : 26 વર્ષથી ફરાર આરોપીને ખંડવાથી પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, લૂંટ અને ફાયરિંગનો ગુનો

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 2:44 PM IST

પોલીસની સફળતા

અમદાવાદ : છેલ્લા 26 વર્ષથી ફરાર આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવને છેવટે ઝડપી લેવાયો છે. તે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના લૂંટ અને ફાયરિંગના ગુનામાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. તથા મહારાષ્ટ્ર રાજ્યના ધુલે તાલુકા પોલીસ સ્ટેશનના પેટ્રોલ પંપ ઉપર લૂંટ અને ફાયરિંગના ગુનામાં વર્ષ 2000થી આંતર રાજ્યમાં નાસતો ફરતો હતો. તેના પર 10,000 રુપિયાનું ઇનામ છે ત્યારે આ ઇનામી આરોપીને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ ગામેથી ડ્રાઇવ દરમ્યાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ડ્રાઇવ ચાલી રહી છે.

પોલીસ ટીમનો સઘન પ્રયત્ન : આરોપીનો અતોપતો લગાવી તેને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ. કે.એસ.સિસોદીયા, મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.હેડ કોન્સ. સુરેશભાઈ જીવણભાઈ તથા અ.હેડ કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહે કાર્યવાહી હાથ ધરી હતી.

શું હતો કેસ : નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 392, 397, 307 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(a)(b) મુજબના લૂંટ અને ફાયરિંગના ગુનામાં પકડાયેલ આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી 1999માં ફરાર થઇ ગયેલ. જેથી આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) રહે. ગામ: ભાટપુરા, તા.શીરપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્ર વિરુધ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. જે બંને ગુનાઓની કેસ ડાયરીઓ મેળવી પો.સ.ઈ. કે.એસ. સિસોદીયા દ્વારા છેલ્લા છ માસથી આરોપી તથા તેના સગા સબંધીઓ અંગેની ખાનગી રાહે માહિતી તથા મોબાઇલ નંબરોની વિગતો મેળવવામાં આવી હતી. આ દરમ્યાન સર્વેલન્સ/ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) છેલ્લા વીસ વર્ષથી મધ્યપ્રદેશના હરસુદ ખાતે પોતાનું નામ અજય પટેલ ધારણ કરી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

અજય પટેલ નામ ધારણ કરી રહેતો હતો :આરોપીની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચ ટીમે ટેકનીકલ એનાલીસીસ આધારે ફરાર આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) ઉ.વ.48, રહે. ગામ: છનેરા, દેવલ્દી ફાંટા, ન્યુ હરસુદ, તા. હરસુદ, જી.ખંડવા, મધ્યપ્રદેશ. મુળ રહે. ગામ: ભાટપુરા, તા. શીરપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્રને મધ્યપ્રદેશ ખંડવા જિલ્લાના હરસુદ ગામના અજય પટેલ નામ ધારણ કરી રહેતા આરોપીને દબોચી લીધો હતો.

ગુનાની વિગત : આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) 1999માં તેના મિત્ર પદમસીંગ સાથે નવસારી, પારડી ખાતે રહેતા ગુરૂ મિત્ર કાંતીલાલ પટેલના ઘરે મળવા ગયેલો. બાદમાં આરોપી તથા તેનો મિત્ર પદમસીંગ બંને પરત ઘરે આવવા નીકળ્યાં તે વખતે પદમસીંગ પાસે રીવોલ્વર હોય, જેથી આ આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) તથા પદમસીંગે નવસારી ખાતે એક મોટર સાયકલ ચાલકને લૂંટવાના ઇરાદે બે રાઉન્ડ ફાયર કરી મોટર સાયકલની લૂંટ કરી ભાગી ગયેલ. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપી ચાર માસ સુધી નવસારી જેલમાં કાચા કેદી તરીકે રહેલ આરોપીના જામીન ન થતા આરોપીએ મસાની બીમારીનું બહાનું કરતા આરોપીને પોલીસ જાપ્તા સાથે સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ. જ્યાં આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ હતો.

અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો : આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ નાગપુર મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હતો. સદર આરોપીને પકડવા માટે નવસારી જિલ્લા અધિક્ષક દ્વારા 10,000નું ઇનામ જાહેર કરવામાં આવેલ હતું. આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ નાગપુર મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હતો. સદર આરોપીને પકડવા માટે નવસારી જિલ્લા અધિક્ષક દ્વારાનું ઇનામ જાહેર કરવામાં આવેલ હતું.

મહારાષ્ટ્રમાં પણ ગુનો નોંધાયો હતો : આરોપીએ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના બાલાપુર ગામમાં આવેલ શ્રીપતિ પેટ્રોલ પંપ ખાતે પણ લૂંટ વિથ ફાયરિંગનો ગુનો આચરેલો હતો. જે અંગે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 398 તથા આર્મ્સ એક્ટ 25(3) મુજબ ગુનો નોંધાયેલ હતો. જે ગુનામાં પણ આરોપી નાસતો ફરતો હોય, જેથી આરોપીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવા મહારાષ્ટ્ર રાજ્યના ધુલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવ્યો હતો. આરોપીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇપીકે કલમ 224 મુજબના સોંપવા તજવીજ કરવામાં આવી છે.

  1. Ahmedabad crime : કાનૂન કે હાથ લંબે હોતે હૈ ! 14 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમબ્રાંચે દબોચ્યો...
  2. Vadodara Crime News ઇનામી આરોપી અનિલ ઉર્ફે એન્થોની ઝડપાયો, સાથે મળ્યાં ઘાતક હથિયારો

ABOUT THE AUTHOR

...view details