ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : મેઘાણીનગરમાં કંસ મામાએ ભાણીને અવાજ કરવા બાબતે ફટકારી અને બનેવીની માતાની હત્યા કરી - મામાએ ભાણીને અવાજ કરવા બાબતે ફટકારી

એક મામાએ ઘરમાં બાળકોના અવાજથી કંટાળી ભાણીને માર માર્યો. તેનાથી ન ધરતાં બનેવીની માતાની હત્યા કરી નાખી હોવાની ઘટના બની છે. મૃતક વૃધ્ધાએ દીકરાના સાળાને ગાળો બોલવાની ના પાડતા દંડા ફટાકરી આરોપીએ હત્યા કરી નાખી હતી. જે મામલે ગુનો નોંધાતા પોલીસે કંસ મામાની ધરપકડ કરી છે.

Ahmedabad Crime : મેઘાણીનગરમાં કંસ મામાએ ભાણીને અવાજ કરવા બાબતે ફટકારી અને બનેવીની સાસુની હત્યા કરી
Ahmedabad Crime : મેઘાણીનગરમાં કંસ મામાએ ભાણીને અવાજ કરવા બાબતે ફટકારી અને બનેવીની સાસુની હત્યા કરી

By

Published : Mar 6, 2023, 8:46 PM IST

Updated : Mar 6, 2023, 8:53 PM IST

મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હસમુખલાલ કેશવલાલની ચાલીમાં આ સમગ્ર ઘટના બની

અમદાવાદ : અમદાવાદમાં એક મામાએ ઘરમાં બાળકોના અવાજથી કંટાળી તેની ભાણીને ક્રુરતાપુર્વક માર માર મારી બનેવીની માતાની હત્યા પણ કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. મૃતક વૃધ્ધાએ દીકરાના સાળાને ગાળો બોલવાની ના પાડતા દંડા ફટાકરી આરોપીએ હત્યા કરી નાખી હતી. જે મામલે ગુનો નોંધાતા પોલીસે કંસ મામાની ધરપકડ કરી છે.

બહેન અને બનેવી કામધંધે ગયા હતા : મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હસમુખલાલ કેશવલાલની ચાલીમાં આ સમગ્ર ઘટના બની છે. જેમાં ગિરીશ રામસ્વામી દેવેન્દ્ર નામના શખ્સે હત્યાને અંજામ આપ્યો છે. આરોપી ગિરીશના બહેન બનેવી પોતાના કામધંધા માટે બહાર ગયા હતાં. આ સમયેે ઘરમાં બાળકોનો વધુ અવાજ આવી રહ્યો હતો. જેનાથી કંટાળી આરોપી ગિરીશને ગુસ્સો આવી ગયો. તેણે ભાણીને માર માર્યો હતો અને સાથે જ તે ગાળો બોલતા બનેવીની માતા કમળાદેવીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ આવેશમાં આવીને કમળાદેવીને લાકડીથી ફટકારી હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : પુત્રએ પિતાના આડા સંબંધની શંકાએ હત્યા કરી, બચવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો

ભાણીને હોસ્પિટલ લઇ જવાઇ : આરોપી ગિરીશ દેવેન્દ્ર પિતાના મકાનમાં બહેન બનેવી સુરજસિંહ ગીલ પરિવાર સાથે રહે છે. આરોપી સાળાએ એક ફરિયાદી સુરજસિંહની માતાની હત્યા કરી નાખી અને બીજી બાજુ તેઓની દીકરીને બેરહેમીથી માર માર્યો હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ છે.

આરોપી નશાખોર : આ ઘટના બની ત્યારે આસપાસની મહિલાઓ પણ ત્યાં ગઇ હતી, જોકે આરોપીએ તમામ લોકોને ગાળો બોલી કાઢી મૂક્યા હતા. આરોપી અગાઉ પણ અનેક વાર આ રીતે નશામાં ઝઘડો કરી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. જેથી મેઘાણીનગર પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો Kushinagar Mother Killed Son: ગુસ્સે ભરાયેલી માતાએ ચાર વર્ષના પુત્રને ચાકુ વડે ઘા મારી હત્યા

આરોપીની ધરપકડ: આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PI વાય. જે. રાઠોડે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યા પાછળના કારણો જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપી અગાઉ પણ અનેક વાર આ રીતે નશામાં ઝઘડો કરવાની માનસિકતા ધરાવે છે.

Last Updated : Mar 6, 2023, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details