ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: વહેલી સવારે ઘરની બહાર નીકળેલી સગીરા સાથે છેડતી, આરોપીએ પકડી કર્યું આવું કામ - minor Case

અમદાવાદમાં વહેલી સવારે ઘરની બહાર નીકળેલી સગીરા સાથે છેડતી થઇ હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદમાંથી જાણવા મળી રહ્યું છે. પોલીસે આરોપીની હાલ ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. સગીરાની માતાએ આ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Crime: વહેલી સવારે ઘરની બહાર નીકળેલી સગીરા સાથે છેડતી, આરોપીએ પકડી કર્યું આવું કામ1
Ahmedabad Crime: વહેલી સવારે ઘરની બહાર નીકળેલી સગીરા સાથે છેડતી, આરોપીએ પકડી કર્યું આવું કામ

By

Published : May 12, 2023, 2:26 PM IST

અમદાવાદ:ગુજરાતમાં ક્રાઇમના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં બમણો વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને વિસ્તારમાં રહેતા એક યુવકે છેડતી કરી હતી. માતાને જાણ થતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અવારનવાર હેરાન: ગોમતીપુર વિસ્તારમાં રહેતી મહિલાએ આ સમગ્ર મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના પતિનું 2013 માં અવસાન થતા તેઓ નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની ચાલીમાં રહેતો એક યુવક છેલ્લા એક વર્ષથી તેઓની 13 વર્ષની દીકરીને અવારનવાર હેરાન કરતો હોવાથી, તે આ બાબતે જાણતા હતા પરંતુ તેઓએ ફરિયાદ કરી ન હતી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ શું કહ્યું:આ મામલે ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી ફરિયાદીની દીકરીને હેરાન કરતો હતો. અંતે પોલીસે આરોપીને ઝડપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

"આ અંગે મહિલાની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે." એ. જે પાંડવે(ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ)

શુ હતો કેસ: પોલીસ ફરિયાદમાં નોંધાયેલ માહિતી અનુસાર તારીખ 7મી મેના રોજ વહેલી સવારે ચાર વાગે આસપાસ ફરિયાદી મહિલા અને તેઓની દીકરી ઘરે સૂતા હતા. દીકરી ઘરની બહાર બાથરૂમમાં ગઈ હતી. તે વખતે આરોપી યુવક ત્યાં આવ્યો હતો. અચાનક સગીરા સાથે અડપલા કર્યા હતા. તે વખતે મહિલાના દિયર નોકરી પરથી ઘરે આવી જતા આરોપીને જોઈ લીધો હતો. જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાના દિયરે આ મામલે ફરિયાદીને જાણ કરતા ફરિયાદીએ આરોપીને શોધતા તે ન મળી આવ્યો હતો. અંતે દીકરીને આ બાબતે પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી આ સમગ્ર બાબતને લઈને ગોમતીપુર પોલીસ મથકે છે. ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો

Ahmedabad Crime : પુત્ર પ્રાપ્તિની ઘેલછાએ વર્તાવ્યાં અમાનુષી અત્યાચાર, ગર્ભમાં દીકરી હોવાની આશંકાએ પતિએ લાતો મારી મોત નીપજાવ્યું

Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું

Ahmedabad Crime : મોજશોખ કરવા બારીમાંથી ઘુસીને લાખોની ચોરી કરનાર પૂર્વ ઘરઘાટી સહિત 3 આરોપી ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details