ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: કપાસના ગોડાઉનમાંથી મળી આવ્યો લાખોનો વિદેશી દારુ, ટ્રક મારફતે ચાલતો હતો વેપલો

ગોતામાં કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન અને ટ્રકમાં સંતાડેલો લાખોનો દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. દારૂના સોદાગરો દારૂને સંતાડવાના નવા નવા આઇડિયા લાવી રહ્યા છે. જોકે પોલીસ આવા સોદાગરોને ગમે ત્યાંથી દબોચી લે છે.

Ahmedabad Crime: અમદાવાદમાં કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન અને ટ્રકમાં સંતાડેલો લાખોનો દારૂ ઝડપાયો
Ahmedabad Crime: અમદાવાદમાં કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન અને ટ્રકમાં સંતાડેલો લાખોનો દારૂ ઝડપાયો

By

Published : Jun 7, 2023, 10:49 AM IST

અમદાવાદ:શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂના ગોડાઉન અનેક વખત ઝડપાયા છે, પરંતુ હવે શહેરનો પશ્ચિમ વિસ્તાર પણ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગુનેગારોનું મનપસંદ બનતું હોય તેવું લાગી રહ્યું છે, શહેરની ઝોન 1 એલસીબીની ટીમે કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન તેમજ ટ્રકની અંદર રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના લાખોની કિંમતના જથ્થાને ઝડપી પાડ્યો છે.

ગોતામાં કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન અને ટ્રકમાં સંતાડેલો લાખોનો દારૂ ઝડપાયો

દારૂ છુપાવી રાખવામાં આવ્યો:ઝોન 1 એલસીબીની ટીમ રથયાત્રા અનુસંધાને દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ઝોન વન એલસીબી પીએસઆઇ એચ.એચ જાડેજા તેમજ તેઓની ટીમને બાતમી મળી હતી કે ગોતા વિસ્તારમાં એક જગ્યાએ દારૂ છુપાવી રાખવામાં આવ્યો છે.જે બાતમીના આધારે ગોતામાં સિલ્વર ઓક કોલેજના પાછળના ભાગે વિસત એસ્ટેટમાં આવેલ જય અંબે ગ્રેનાઇટ માર્બલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ:ત્યાં તપાસ કરવામાં આવતા કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમાં તેમજ ટ્રકમાં અલગ અલગ કંપનીની ભારતીય બનાવટના વિદેશી દારૂની 8,376 જેટલી બોટલો મળી આવી હતી. 23 લાખ 92 હજારથી વધુની કિંમતની દારૂ તેમજ એક ટ્રક કબ્જે કરાયો હતો. દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા માટે ખોટી નંબર પ્લેટ લગાવીને એક ઈકો ગાડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને પણ કબજે કરી 35 લાખ 42 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે વધુ તપાસ શરૂ કરી:આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ટ્રક ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર તેમજ ગોડાઉન રાખનાર અને જય અંબે ગ્રેનાઇટ માર્બલનો કબજો ધરાવનાર વ્યક્તિ અને વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા.તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : લોન લેતા પહેલા સાવધાન, અમદાવાદમાં યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં ભારે પડ્યું
  2. Ahmedabad Crime : NRI બનીને આવેલા દંપતી વેપારીને વશીકરણ કરીને ચોરી કરી ફરાર, જૂઓ વીડિયો
  3. Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો

ABOUT THE AUTHOR

...view details