અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એક વખત દારૂની મહેફિલ ઝડપાઈ છે. શહેરના પોશ વિસ્તારમાંથી સેટેલાઈટ પોલીસે દારૂની મહેફિલ માણતા 3 યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દારૂ બિયરની બોટલો કબ્જે કરી ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. આરોપીઓ દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આઝાદનગર સોસાયટીમાં મહેફિલ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સેટેલાઈટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે સમયે રાતના 12 વાગે આસપાસ પોલીસકર્મીને બાતમી મળી હતી કે આંબાવાડીમાં આવેલી આઝાદનગર સોસાયટીમાં મકાન નંબર 5માં કેટલાક શખ્સો ગોળ કુંડાળુ વાળીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં ઘરનો દરવાજો ખખડાવાતાં એક યુવકે દરવાજો ખોલ્યો હતો અને પોલીસે ઘરમાં તપાસ કરતા દારૂના નશામાં ત્રણ યુવકો મળી આવ્યા હતાં.
મોડી રાત્રે બાતમીના આધારે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ઝડપાયેલા યુવકો દારૂ અને બિયર ક્યાંથી લાવ્યા હતા તે તમામ દિશામાં પોલીસે આરોપીઓની પીછપરછ હાથ ધરવામાં આવી છે...કે. વાય. વ્યાસ(પીઆઈ, સેટેલાઇટ પોલીસ સ્ટેશન)
દારૂની મહેફિલ અંગેનો કેસ દાખલ સેટેલાઇટ પોલીસે ઘરમાંથી મનીષ ગોસ્વામી, હરેશ ગોસ્વામી અને પ્રિત ઝાલરીયા નામના 3 યુવકોની ધરપકડ કરી હતી. ઘરમાં તપાસ કરતા દારૂની એક બોટલ અને બિયરના 8 ટીન મળી આવ્યા હતાં. જેથી આ મામલે ઝડપાયેલા ત્રણેય યુવકોને પોલીસ મથકે લાવી આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં દારૂની મહેફિલ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
- Navsari Crime News : સુરતીલાલાઓ માટે નવસારીના ફાર્મ હાઉસ દારૂની મહેફિલ માટે હોટ ફેવરિટ, 9 ઝડપાયા
- Video Viral : અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ સાથે પોલીસકર્મીની દારૂની મહેફિલ, નશામાં ઠુમકા લગાવતો વીડિયો વાયરલ
- Ahmedabad Crime : જન્મદિવસ નિમિતે દારૂની મહેફિલ માણતા 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ