અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્ચિમમાં વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ પરની સૌથી પ્રતિષ્ઠિત હોટલ તાજમાં જુગાર રમતા 10 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. હોટલનો માલિક જ અન્ય આરોપીઓને બોલાવીને હોટલના રૂમમાં બેસીને જુગાર રમાડતો આવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તાજ હોટેલ કોઈ સામાન્ય હોટેલ નથી. દરેકના ખિસ્સાને પરવડે એમ નથી. અહીં આવી પ્રવૃતિ માટે આવતી વ્યક્તિ પણ સામાન્ય તો નહીં જ હોય એવું ચોક્કસપણે કહી શકાય છે. અમદાવાદની PCB ટીમે સિંધુભવન રોડ ઉપર આવેલી તાજ હોટલમાં જુગારધામ ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો
કોણ છે માલિકઃતાજ હોટલનો માલિક કૈલાશ ગોયેન્કા પોતાની હોટલમાં સાતમા માળે રૂમ નંબર 721 માં પોતે મિત્રો સાથે જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમીના પોલીસને મળી હતી. પોલીસે દરોડા પાડીને આ સમગ્ર મામલે શંકર પટેલ, હસમુખ પરીખ, અજીત શાહ, કનુ પટેલ, ભાવિન પરીખ, પ્રદીપ પટેલ, ભરત પટેલ, જગદીશ દેસાઈ અને નરેન્દ્ર પટેલ એમ કુલ 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે દરોડા પાડીને પાના, કોઈન્સ રોકડ, મોબાઈલ ફોન સહિત 10 લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયથી અહીં પત્તાપ્રેમીઓ નસીબના ખેલ રમવા માટે આવતા હતા. જાણવા મળ્યું છે કે, કૈલાશ ગોયેન્કા સંકલ્પગ્રૂપના માલિક છે. જ્યારે એમની સામે પત્તા રમતા અન્ય ત્રણ મોટા વેપારીઓ છે.