ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાબરમતીમાં બનેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, એક આરોપી ઝડપાયો - સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં ચકચારી ચોરીનો બનાવ બન્યો હતો. જે અનુસાર અજાણ્યા શખ્સે ફરિયાદીની નજર ચૂકવી મોટી રકમની ચોરી કરી હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીને ચોરીની રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક આરોપી ઝડપાયો
એક આરોપી ઝડપાયો

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 10:40 PM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાબરમતીમાં બનેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ :સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરીના ગુનાના આરોપીને ચોરીની રકમ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીની રકમ અને એક વાહન સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચીલઝડપનો બનાવ : બનાવની વિગતો અંગે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આજથી આશરે આઠ દિવસ પહેલા પકડાયેલા આરોપી તથા સુજીત નારજી ઈન્ફેકરે બાઈક લઈને નવરંગપુરા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીની આસપાસ ચોરીના ઈરાદે રેકી કરી હતી. જેમાં કોઈ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો તેની નજર ચૂકવી તેની પાસેના નાણાં લઈને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

તગડો હાથ માર્યો :આ દરમિયાન એક વ્યક્તિ આંગડિયા પેઢીમાંથી આવતા જણાતા તેની પાસેથી નાણાં લઈ લેવાનું વિચારી તે વ્યક્તિનો પીછો કરી ન્યુ રાણીપ સાબરમતી વિસ્તારમાં સરદાર ચોક આલોક બંગ્લોઝ સુધી પહોંચ્યા હતા. અહીં આ વ્યક્તિ રીક્ષામાંથી નીચે ઉતરી રીક્ષાવાળાને ભાડું આપી રહ્યો હતો. ત્યારે લક્ષ્મણ ઉર્ફે ગુંગોએ રીક્ષા પાસે વ્યક્તિએ રીક્ષામાં મૂકેલી કપડાની થેલી લઈને ભાગી ફરાર થયો હતો.

આરોપી ઝડપાયો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના PI જે.એચ.સિંધવની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે 35 વર્ષીય આરોપી ચેતન ઉર્ફે ચિન્ટુને સરદારનગર ઈન્ડીકેપ ત્રણ રસ્તા રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો.

5 લાખનો મુદ્દામાલ જપ્ત : પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 4 લાખ 50 હજાર અને ગુનો કરવામાં ઉપયોગ કરેલ વાહન સહિત કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત પકડાયેલા આરોપીએ આ સિવાય અન્ય ગુના કર્યા છે કે કેમ તે બાબતની સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ :આરોપીની તપાસ અને પૂછપરછ કરતા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જે મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ એલીસબ્રિજ, શાહીબાગ, શહેર કોટડા અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત આરોપી વર્ષ 2007માં નવસારી જેલમાં સાડા સાત મહિના અને વર્ષ 2020 માં સુરત જેલમાં સાડા પાંચ મહિના પાસા હેઠળ રહ્યો છે.

  1. Ahmedabad Accident : સિંધુ ભવન રોડ પર તથ્યવાળી થતા રહી ગઈ, નબીરાએ સર્જ્યો ગોઝારો અકસ્માત
  2. Ahmedabad Crime News: બોપલમાં થયેલ લૂંટ અને સામુહિક બળાત્કારનો ગુનો ઉકેલાયો, બનાસકાંઠા LCBએ પાંચ આરોપીની પાલનપુરથી કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details