અમદાવાદ: જન્મદિવસના દિવસે આતશબાજી કરી, ફટાકડા ફોડી તેમજ એકબીજા ઉપર સ્પ્રે છાંટીને સેલિબ્રેશન કરવાના કિસ્સા સમાજમાં યુવાનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ આ પ્રકારનું સેલિબ્રેશન થયું હતું. જેમાં દરીયાપુર કિંગ નામથી ટેગ કરીને એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે આ વીડિયોના આધારે બે શખ્સોની ધરપકડ કરી છે. બર્થ ડે ના દિવસે ડોનગીરી કરી રહેલા અને તલવારથી કેક કાપનારા યુવાનની પોલીસે ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. જ્યારે વીડિયોને લઈને પણ આકરી કામગીરી કરી છે. આ વીડિયો દરિયાપુરના કમ્યુનિટી હોલ પાસેનો હોવાનું જાણવા મળ્યું છે. દરિયાપુરમાં રહેતા તેજસ ઉર્ફે તેજીયો ઠાકોર તેમજ મયુર ઉર્ફે ભિયો રાવત અને પ્રવીણ ઉર્ફે જેણીઓ ઠાકોર નામના ત્રણેય મિત્રો સામે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો
તલવારથી કેક કાપી:અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોમ્યુનિટી હોલ પાસે જાહેર રોડ ઉપર રાત્રે અજાણ્યા યુવકો દ્વારા જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં દેખાતા યુવકો અંગે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, દરિયાપુરમાં રહેતા તેજસ ઉર્ફે તેજીયો ઠાકોર તેમજ મયુર ઉર્ફે ભિયો રાવત અને પ્રવીણ ઉર્ફે જેણીઓ ઠાકોર નામના ત્રણેય મિત્રો દ્વારા બે એકટીવા ઉપર કેક મૂકીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કેક ઉપર તેજસ લખેલું હોય અને તેજસ દ્વારા હાથમાં અલગ અલગ તલવાર રાખી જાહેર જનતામાં ભયનો માહોલ ઊભો કરી તલવાર તેમજ મોટા છરા સાથે કેક કાપી રહ્યો હતો. આ બાબતે દરિયાપુર પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.