પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાવાઇ અમદાવાદ : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જૂની તકરારમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો કુબેરનગરના નહેરુ નગર વિસ્તારમાં રહેતા ઝંડાવાડા જૂથના લોકો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે.. આ વિસ્તારમાં જીવલેણ હુમલાના કેસમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. પરંતુ આજે ફરી વાર જૂની અદાવતના કારણે બે પક્ષોમાં અથડામણ થઈ હતી.
એક વ્યકિત ગંભીર : તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો તેમાં આ હુમલામાં 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં એક વ્યકિતને વધુ ઇજાઓ થવાથી ખૂબ ગંભીર હાલતમાં છે, જેની સારવાર અંગે પોલીસને પૂછતા જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ હમણાં વેન્ટિલેટર ઉપર છે.
આ વિસ્તારમાં જીવલેણ હુમલાના કેસમાં અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ છે. પરંતુ આજે ફરી વાર બે જૂથ વચ્ચે જુની અદાવતના કારણે હિંસક અથડામણ થઈ હતી. તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા આ હુમલામાં 4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા હુમલા દરમ્યાન ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હથિયારો વડે કરાયેલા આ હુમલા બાદ એક વ્યકિતને ગંભીર ઈજાઓ થવાથી હાલ તે મરણ પથારીએ છે. વી.એન.યાદવ (એસીપી, અમદાવાદ જી ડિવિઝન)
પોલીસના ઉડાઉ જવાબો :જોકે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ ખોટું બોલી રહી છે અને હોસ્પિટલમાં જવા દેવામાં આવતા નથી. હુમલો એટલો ભયંકર હતો કે આ વિસ્તારમાં લોકોમાં દહેશત ફેલાઈ હતી જ્યારે હુમલા દરમ્યાન ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હથિયારો વડે કરાયેલા આ હુમલા બાદ એક વ્યકિતને ગંભીર ઈજાઓ થવાથી હાલ તે મરણ પથારીએ છે. જોકે હાલ જીવિત છે કે મૃત તે બહાર આવ્યું નથી, ત્યારે તેની સારવાર અંગે પોલીસને પૂછતા પોલીસ પણ ઉડાઉ જવાબો આપી દર્દીની હાલત વિશે ચોખવટ કરવા માટે ગલ્લા તલ્લા કરતા પોલીસની કાર્યવાહી પણ શંકા ઉપજાવે તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે.
સગાંઓમાં શંકાકુશંકા : ઇજાગ્રસ્ત યુવાન હમણાં વેન્ટિલેટર ઉપર છે, પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ ખોટું બોલી રહી છે અને તેની શી સ્થિતિ છે તે જોવા માટે હોસ્પિટલમાં જવા દેવામાં આવતા નથી. આ કારણથી ઇજાગ્રસ્ત યુવકના સગાંઓમાં શંકાકુશંકા જોવા મળી હતી.. તેમના કહેવા મુજબ ઇજાગ્રસ્ત વ્યક્તિ સારવાર દરમ્યાન મોત થઈ ગયું છે તેમજ ડેડબોડી ત્યાં સુધી લેવામાં નહી આવે જ્યાં સુધી આરોપી નહીં પકડાય.જો કે આ સમગ્ર મામલે પોલીસ કેવી ભૂમિકા ભજવે છે તે જોવું રહ્યું.
- Surat Crime : સુરતમાં SRPની હાજરીમાં ઢોર પાર્ટીની કર્મચારી પર લાકડાથી હુમલો, એક કર્મી ગંભીર ઈજાગ્રસ્ત
- Ahmedabad Crime : ગેમિંગ ઝોનમાં પુલની સ્ટીક અડી જતાં બોલાચાલી બાદ 19 વર્ષના યુવકની હત્યા, CCTVમાં કેદ આરોપીઓ
- Ahmedabad Crime : માથાભારે કિન્નરે અન્ય કિન્નર પર વાડજ પોલીસ સ્ટેશનમાં જ છરીથી હુમલો કર્યો, શું છે મામલો જૂઓ