સાબરમતી આશ્રમે કોંગ્રેસનું મૌન પ્રદર્શન અમદાવાદ : રાહુલ ગાંધીના વિવાદિત મોદી નામના બધા ચોર હોય છે તે મુદ્દે તેમના પર સુરત કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરત કોર્ટ દ્વારા તેમને બે વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી હતી. જેને લઈને તેઓ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે પણ તે સજા માન્ય રાખી છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશો દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આજ ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ દ્વારા મૌન ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધી દેશના હિત માટે લડાઈ લડી રહ્યા છે, પરંતુ દેશની અંદર મુઠ્ઠીભર લોકો દેશને લૂંટી રહ્યા છે. આજે પેટ્રોલ ડીઝલ સહિતની તમામ ચીજ વસ્તુઓ ભાવ આસમાને જોવા મળી રહી છે, પરંતુ તે મુદ્દે સરકાર બોલવા તૈયાર નથી. દેશના હિત માટે રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે, ત્યારે તેનો અવાજ દબાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમને CBI દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. - શક્તિસિંહ ગોહિલ (ગુજરાત કોંગ્રેસ પ્રમુખ)
કોંગ્રેસે ક્યારે ભાજપ જેવું કર્યું નથી :વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સત્તાના ભૂખ્યા નથી. રાહુલ ગાંધી તો દેશના લોકો માટે લડી રહ્યા છે. જેના લીધે આજે મહાત્મા ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા મૌન ધારણ કરી ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. દેશની અંદર રાજીવ ગાંધીની સરકાર વખતે ભારતીય જનતા પાર્ટીને બે જ સભ્ય રાજ્યસભામાં હતા. ત્યારે કોંગ્રેસ વિચાર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી જે આજે કરી રહી છે. તેવું તે વખતે કોંગ્રેસ કરી શકતી હતી. પરંતુ કોંગ્રેસ દેશના હિત માટે જ અને લોકો માટે જ કામ કર્યું છે. જેના પગલે આ જ સમગ્ર દેશ રાહુલ ગાંધીને સમર્થન કરવા માટે રસ્તા ઉપર આવ્યો છે.
પ્રજા સાથે વિશ્વાસઘાત :કોંગ્રેસના લોકસભાના નેતા અમિત ચાવડા જણાવ્યું હતું કે, દેશની લોકશાહીની બચાવવા માટે લડાઈ લડનાર રાહુલ ગાંધી એકમાત્ર નેતા છે. જે મોંઘવારી મહિલાઓને સન્માન, દેશના યુવાનોની બેરોજગારી મુદ્દે બોલી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને અદાણી અને અંબાણી વિશે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેમને CBI દ્વારા દબાવવામાં આવી રહ્યા છે. આજ આખો દેશ રાહુલ ગાંધીની પડખે ઊભો છે. ભારતીય જનતા પાર્ટીએ 2014માં દેશની જનતાનું વિશ્વાસ જીતીને સત્તા મેળવી હતી. જેના કારણે આજ મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારને રજાની ચિંતા નથી, પરંતુ તેમના ઉદ્યોગપતિઓની ચિંતા સેવાઇ રહી છે.
CMને ટામેટા ભેટ :રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવ 150 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. જેને લઈને ગૃહિણીઓમાં પણ ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. એક બાજુ ગૃહિણીનું પણ બજેટ ખોરવાયું છે. અત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ એમેઝોનમાથી ઓનલાઇન એપ્લિકેશન મારફતે 1 કિલો ટામેટા મંગાવીને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મોકલવામાં આવ્યા છે.
- Gandhinagar News : રાજ્યસભા ચૂંટણીને લઇ અમિત ચાવડાનું નિવેદન, મોવડીમંડળ સાથે બેઠક કરી અંતિમ નિર્ણય લઇશું
- Ahmedabad News : પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, વિરોધ પ્રદર્શન કર્યું તો થઇ અટકાયત
- Gandhinagar News : મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું, જમીન માપણીને લઈને ચાવડાના આકરા આક્ષેપ