શેરબજાર અને ધંધા રોજગારમાં કૌભાંડ અમદાવાદઃસમગ્ર દેશમાં અત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે કૉંગ્રેસ પણ અદાણીના વિરોધમાં ઉતરી છે. કૉંગ્રેસે એલઆઈસી અને એસબીઆઈ ઑફિસની બહાર ધરણાં પ્રદર્શન કરી અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે આક્ષેપ કર્યો હતો કે, બધા પ્રધાન એવું ઇચ્છી રહ્યા છે કે, આ દેશમાં માત્ર તેમના માનીતા ઉદ્યોગપતિઓ જ ધંધો અને રોજગાર કરી શકે છે.
આ પણ વાંચોAdani Group Faces Allegations : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અદાણી કૌભાંડને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યું
શેરબજાર અને ધંધા રોજગારમાં કૌભાંડઃકૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં જિલ્લા કક્ષાએ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે LICના રૂપિયા એક ઔદ્યોગિક ગૃહને આપીને બેન્કોના રૂપિયા કોઈ પર સિક્યોરિટી કે જામીનની સિસ્ટમ હોવી જોઈએ. તે સિસ્ટમ રાખ્યા વિના ઔદ્યોગિક ગૃહને આપવામાં આવે છે. એક તરફ દેશનો સામાન્ય પરિવાર પોતાની બચતમાંથી બેન્ક કે LICમાં મૂકતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અદાણી ગૃપના શેરબજાર અને ધંધા રોજગારમાં કૌભાંડો બહાર આવે છે. આ પૈસા સામાન્ય જનતાની બચતના પૈસા LICમાં ડૂબી રહ્યા છે, જેથી સુપ્રીમ કોર્ટના જજની નીચે તપાસ કરવાની કૉંગ્રેસે માગ કરી છે.
માનીતા ઉધોગપતિઓ જ ફાયદોઃવધુમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આ દેશમાં એવું ઇચ્છી રહી છે કે, આ દેશની અંદર તેમના માનીતા ઉદ્યોગપતિ સિવાય કોઈ પણ વ્યક્તિ ધંધો કે રોજગાર કરવો ન જોઈએ. જ્યારે તેમના માનીતા ઉદ્યોગપતિઓ નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની ઈચ્છા મુજબ ધંધો કરે છે. ત્યારે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકાર કેમ કરતી નથી. જ્યારે સામાન્ય જનતા માટે નિયમો હોય છે. તો તેમના ઉદ્યોગપતિ મિત્રો માટે કેમ નિયમો હોતા નથી.
બેન્ક ધારકોના 45 લાખ ડૂબી ગયાઃતો વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે દેશના વડાપ્રધાને પોતાના મિત્રની તરફેણ કરતા કરતા દેશને એવી જગ્યાએ ઊભો રાખી દીધો છે કે, દેશ તો આર્થિક રીતે બરબાદ થાય છે. સાથે દેશની જનતાના પરસેવાની કમાણીના પૈસા પણ ડૂબી રહ્યા છે. દેશની જનતા LIC ઉપર વિશ્વાસ મૂકીને પોતાની મહેનત અને પરસેવાની કમાણી LIC જમા કરતા હોય છે. આ દેશમાં લગભગ 29 કરોડ જેટલા પૉલિસીધારકોએ અબજો રૂપિયા LICમાં મૂક્યા છે. તેવી જ રીતે સરકારી અને અર્ધસરકારી બેન્કોમાં પણ પોતાના બચતના પૈસા રાખીને ભવિષ્યની ચિંતા કરતા હોય છે. આના લીધે દેશના 45 કરોડ ખાતાધારકોના કરોડો રૂપિયા આજે ખતરામાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોForbes Billionaires List: ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં અદાણીની ફરી વાપસી
રાજકીય દુશ્મન અને પતાવવાનો પ્રયાસઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતાના મિત્ર અદાણીને ગુજરાતથી મદદ કરવાની શરૂઆત કરી નીતિનિયમ મૂકીને એરપોર્ટ અને પોર્ટ પણ આપી દીધા હતા. વડાપ્રધાન પોતાના રાજકીય દુશ્મનોને બતાવવા માટે ED અને SBIનો દુરૂપયોગ કરે છે. ત્યારે હવે અદાણીના ઔદ્યોગિક હરીફોને બતાવવા પણ ED અને ઈન્કમ ટેક્સનો ઉપયોગ ખૂબ કર્યો છે. વડાપ્રધાન પોતાની મિત્રતા અને રાજકીય લાભ મેળવવા દેશની જનતાના કરોડો રૂપિયા આજે ખતરામાં જોવા મળી રહ્યા છે.