ગુજરાત

gujarat

By

Published : Jun 18, 2020, 1:09 PM IST

ETV Bharat / state

અમદાવાદ: રાજીવ સાતવની અધ્યક્ષતામાં ધ ઉમેદ હોટલ પર કોંગ્રેસની બેઠક મળશે

કોરોના કહેરની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણીમાં જોતરાયેલી જોવા મળી રહી છે. બંને પક્ષો પોતાના ધારાસભ્યોને ચૂંટણી અંગેની માહિતી આપવા માટે વિવિધ બેઠકો કરી છે. કોંગ્રેસે તો પોતાના ધારાસભ્યો ચૂંટણી અંગે ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં તે બેઠક જીતવા માટેની પોતાની રણનીતિ અમલમાં મૂકશે

અમદાવાદ - થ ઉમેદ હોટલ પર કોંગ્રેસની બેઠક, રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળશે બેઠક
અમદાવાદ - થ ઉમેદ હોટલ પર કોંગ્રેસની બેઠક, રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળશે બેઠક

અમદાવાદઃ કોરોનાની મહામારી વચ્ચે 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને એડીચોંટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને એકડા બગડા ઘૂંટવા માટેની ટ્રેનિંગ સેશનનું આયોજન કરાયું હતું.

અમદાવાદ: રાજીવ સાતવની અધ્યક્ષતામાં ધ ઉમેદ હોટલ પર કોંગ્રેસની બેઠક મળશે

કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણી સમયે કઈ રીતે મતદાન કરવું તે અંગે થઈ ચૂંટણીનું ફરીથી મોક પોલિંગ કરશે. મોક પોલિંગ પહેલા કોંગ્રેસના ધારાસભ્યની એક બેઠક મળશે. જેની અંદર નિરીક્ષક તરીકે રજની તાઈ પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહેશે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં અને માર્ગદર્શન હેઠળ આ બેઠક મળશે. જેમાં બંને બેઠક જીતવા માટે કોંગ્રેસે પોતાની રણનીતિ અમલમાં મૂકશે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને તમામ બાબતની ટ્રેનિંગ આપી આવતીકાલે અહીંથી સીધા જ ગાંધીનગર મતદાન કરવા માટે મોકલવામાં આવશે.

અમદાવાદ - ધ ઉમેદ હોટલ પર કોંગ્રેસની બેઠક, રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળશે બેઠક
રાજીવ સાતવએ કહ્યું હતું કે, અમારી બંને બેઠક પર વિજય નિશ્ચિત છે. ગુજરાતમાં કોરોનાથી થતાં મોતનો દર વધારે છે. જેથી ભાજપે કોરોનાની ચિંતા કરવી જોઈએ નહીં કે કોંગ્રેસના ઉમેદવારની. આજે રાત સુધીમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને કઈ રીતે મતદાન કરવું તે માટે સુનિશ્ચિત કરી દેવામાં આવશે. કયા ધારાસભ્ય એકડો કરશે અને કયા ધારાસભ્ય બગડો કરશે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ નિરીક્ષક તરીકે આવેલા બન્ને નેતાઓના પણ અભિપ્રાય લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details