પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના નોબલનગરમાં રહેતા નરેશ નામના યુવકને રવિવારે રાત્રે 2 પોલીસકર્મી દ્વારા ગાડીમાં બેસવા કહ્યું હતું, જે બાદ નરેશે કારણ પૂછતાં તેને બળપૂર્વક ગાડીમાં બેસાડ્યો હતો અને તલાવડી પોલીસ ચોકી લઈ જઈને ખોટી રીતે માર-મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ નરેશની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસની દાદાગીરી આવી સામે, ઇસમને વાંક વિના માર માર્યાનો કરાયો આક્ષેપ - Ahmedabad City Police
અમદાવાદઃ પોલીસ દ્વારા દાદાગીરી કરીને નાગરિકોને માર મારવાના બનાવો વધ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં નોબલનગર વિસ્તારમાં રહેતા યુવકને પોલીસે વાંક વિના પોલીસ ચોકી લઈ જઈને ખોટી રીતે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકને માર મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે નરેશને બે રહેમીથી માર્યો
જ્યારે નરેશની પત્નીએ રાતે નરેશને ફોન કર્યો હતો ત્યારે ફોન ઉપાડી કોઈ પોલીસકર્મી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેવો પણ પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે. નરેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.
Last Updated : Jun 25, 2019, 12:42 AM IST