ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : ત્રણ વર્ષે ઝડપાયો અપહરણકર્તા પિતા, અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું ખાસ ઓપરેશન - સુરત પોલીસ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક જટિલ કેસ ઉકેલી બે બાળકોને અપહરણ કરનારને સુરતથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2021 માં આરોપી બે બાળકોને લઈને ફરાર થયો હતો. આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જાણો સમગ્ર મામલો

Ahmedabad Crime
Ahmedabad Crime

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 3:36 PM IST

અમદાવાદ :જટિલમાં જટિલ ગુનાને ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અવ્વલ છે. આવી જ એક ઉમદા કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી બતાવી છે. બે વર્ષ પહેલા એક આરોપી પિતા પોતાના બે બાળકોને ફરાર થઈ ગયો હતો. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતમાં ખાસ ઓપરેશન હાથ ધરી દબોચી બંને બાળકોને છોડાવ્યા છે.

અપહરણકર્તા પિતા : આ કેસ અંગે મળતી વિગત અનુસાર વર્ષ 2021 માં આ બનાવ બન્યો હતો. કોઈ એક દિવસે બપોરના ચાર વાગ્યાની આસપાસ અપહરણ કરનાર બાળકોના પિતા તેના ઘરમાં કોઈને કંઈ કહ્યા વગર પોતાના પુત્રી તથા પુત્રને લઈને ક્યાં જતો રહ્યો હતો. જેથી અપહ્યત બંને બાળકોની માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન આ અંગે ફરિયાદ રજીસ્ટર કરાવી હતી. તેમજ અપહ્યત બાળકોની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરાવી તેના બંને બાળકોની કસ્ટડી મેળવવા પિટિશન દાખલ કરી હતી.

પોલીસ તપાસ :કૃષ્ણનગર પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તેના બંને બાળકો સાથે વિદેશ ભાગી ગયો હોય તેવી પૂરેપૂરી શક્યતા હતી. જોકે આરોપી પાસે અને બંને બાળકો પાસે પાસપોર્ટ નહીં હોવાથી ‘ડંકી’ મારીને વિદેશ ભાગી ગયા હોવાની શકયતાને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસને ગંભીરતાને ધ્યાને રાખી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આ કેસમાં અપહરણ કરનાર બાળકોના પિતા તેમજ અપહ્યત બંને બાળકોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચની કામગીરી : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સથી આરોપી પિતા બંને બાળકો સાથે સુરતના કામરેજ ખાતે રહેતો હોવાની બાતમી મળી હતી. બાતમીને અનુસરી ક્રાઈમબ્રાંચની એક ટીમને સુરત શહેરના કામરેજ ખાતે મોકલવામાં આવી હતી. સુરત શહેરનો કામરેજ વિસ્તાર ખૂબ મોટો હોવાથી શાકમાર્કેટમાં શાક વેચનાર વેપારી, ઉત્તરાયણનો તહેવાર હોવાથી ફુગ્ગા વેચનાર તેમજ સરકારની વિવિધ યોજનાની જાણકારી આપવા વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારી બની પોલીસકર્મીઓએ ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના નનસાડ વિસ્તારમાંથી અપહરણ કરનાર બાળકોના પિતાને બંને અપહ્યત બાળકો સાથે ઝડપી પાડ્યો હતો. અપહરણ કરનાર બાળકોના પિતાને બંને અપહ્યત બાળકો સાથે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

  1. Ahmedabad Crime : 26 વર્ષથી ફરાર આરોપીને ખંડવાથી પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, લૂંટ અને ફાયરિંગનો ગુનો
  2. Ahmedabad crime : કાનૂન કે હાથ લંબે હોતે હૈ ! 14 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમબ્રાંચે દબોચ્યો...

ABOUT THE AUTHOR

...view details