ગુજરાત

gujarat

ETV Bharat / state

ચેઈન સ્નેચીંગ ગુનામાં છેલ્લા દોઢ માસથી નાસતા-ફરતા આરોપી ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઈન સ્નેચીંગના ગુનામાં છેલ્લા દોઢ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 10:29 PM IST

ચેઈન સ્નેચીંગ ગુનામાં છેલ્લા દોઢ માસથી નાસતા-ફરતા આરોપી ઝડપાયો
ચેઈન સ્નેચીંગ ગુનામાં છેલ્લા દોઢ માસથી નાસતા-ફરતા આરોપી ઝડપાયો

અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ.સિંધવની ટીમ દ્વારા નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા કામગીરી કરી રહ્યા હતા.તે દરમ્યાન 21 નવેમ્બર 2023ના રોજ હે.કો.મેહુલકુમાર જયંતીલાલ તથા હે.કો.ભરતભાઈ શીવરામભાઈને મળેલ બાતમીના આધારે આરોપી નરેશ ઉર્ફે હરીશભાઈ ભાવસારને ચંડોળા પી.ડબલ્યુ.ડી.ની ઓફીસ પાસેથી ઝડપી પાડ્યો હતો.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અનુસાર આરોપી કલમ ૩૭૯(એ)(૧),૩૭૯(એ)(૩),૩૨૩,૪૨૭,૫૦૪,૧૧૪ મુજબના ગુનામાં વોન્ટેડ હોય પકડાયેલ ન હોય અને નાસતો ફરતો હતો. પકડાયેલ આરોપી આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે તેઓની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.

આરોપીની પુછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત કરી હતી કે આજથી આશરે સવા બે મહિના પહેલા સાંજના સમયે પોતે તથા તેનો મિત્ર મુકેશ ઉર્ફે બધુ બંને જણા મુકેશ ઉર્ફે બધુનુ બર્ગમેન સ્કુટર નં.જી.જે.૨૭.ડી.ક્યુ.૬૭૩૧ નું લઈને સાબરમતી વિસ્તારમાં બળીયાદેવ મહારાજના મંદીર પાસેથી એક બહેનના ગળામાં પહેરલ સોનાની ચેઈન તોડવા જતા તે બહેન સાથે ઝપાઝપી થતા મુકેશ ઉર્ફે બધુએ તે બહેનને એક લાફો મારી દીધેલ આ વખતે માણસો ભેગા થઈ જતા ત્યાંથી ભાગેલા આ વખતે સોનાની ચેઈન ખેંચેલ તે તુટી જતા નાનો ટુકડો સોનાની ચેઈનનો મુકેશ ઉર્ફે બધુના હાથમાં રહી ગયો હતો. જે તુટેલ સોનાની ચેઈનના ટુકડા સાથે મુકેશ ઉર્ફે બધુ ક્રાઈમ બ્રાન્ચમાં પકડાઈ ગયા હતા. જો કે આરોપી આ ગુનામાં નાસતો ફરતો હતો. જેની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

  1. સરકારી નોકરી અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરનારા ભેજાબાજની મોડસ ઓપરેન્ડી
  2. સુરત ક્રાઈમ ન્યૂઝઃ ઘરફોડ ચોરીમાં સેન્ચ્યુરી મારનાર ગેંગને સુરતક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details