ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં અનોખી જન્માષ્ટમી, 40 લોકોએ 24 કલાક વાંસળી વગાડી કરી ઉજવણી - અમદાવાદઃ

અમદાવાદઃ શહેરમાં સતાધાર સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. 40 કલાકારોએ 24 કલાક વાંસળી વગાડી વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખી હતી. ગુરુ હરિપ્રસાદ છેલ્લા 40 વર્ષથી વાંસળી વગાડીને જન્માષ્ટમીની ઉજવણી કરતા હતા. જે વારસાને શિષ્ય પાર્થ સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જાળવી રાખ્યો છે.

અમદાવાદમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી, 40 લોકોએ 24 કલાક વાંસળી વગાડી કરી ઉજવણી

By

Published : Aug 24, 2019, 8:20 PM IST

શહેરના સતાધાર વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અલગ પ્રકારે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારા સન્માન મેળવેલાં સ્વામી હરિપ્રસાદ ચોરસિયાના શિષ્યોએ આ જન્માષ્ટમીને વિશેષ બનાવી હતી. શિષ્ય પાર્થ સરકાર અને અન્ય 40 શિષ્યોએ સાથે મળી 24 કલાક રોકાયા વગર વાંસળી વગાડી હતી.

અમદાવાદમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી, 40 લોકોએ 24 કલાક વાંસળી વગાડી કરી ઉજવણી
પાર્થ સરકાર ત્રિપુરામાં રહે છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકોને વાંસળી શીખવાડે છે. ગુરુ હરિપ્રસાદ છેલ્લા 40 વર્ષથી વાંસળી વગાડી જન્માષ્ટમીની ઉજવણી કરતા હતા. પાર્થ પોતે આશ્રમમાં ન જઈ શકતાં નહોતા. તેથી સ્વામી પ્રેમ પ્રકાશ દાસજી તથા પોતાના ગુરુ હરિપ્રસાદની પ્રેરણાથી છેલ્લા ત્રણ વર્ષથી સ્વામિનારાયણ મંદિર ખાતે વાંસળીવાદન કરીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે.

ABOUT THE AUTHOR

...view details