બનાસકાંઠા LCBએ પાંચ આરોપીની પાલનપુરથી કરી ધરપકડ અમદાવાદઃ બોપલમાં લૂંટ અને સામુહિક બળાત્કારની ઘટના ઘટી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસના ધ્યાને આવ્યું કે આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના છે. તેઓ ફરાર થવા માટે વાયા પાલનપુરનો રુટ લેશે. તેથી અમદાવાદ પોલીસે બનાસકાંઠા પોલીસને આ ઘટનાની જાણ કરી આરોપીઓને ઝડપી લેવા મદદ માંગી હતી. જેમાં બનાસકાંઠા એલસીબીને સફળતા મળી હતી. પોલીસે સત્વરે આ ગુનો ઉકેલી લીધો છે.
સમગ્ર ઘટનાક્રમઃ આ ચકચારી કેસમાં બનાવની રાત્રે યુવતિ ઘરમાં એકલી હોવાની માહિતી સીક્યુરિટી ગાર્ડને હતી. સીક્યુરિટી ગાર્ડે બોપલ અને ઘાટલોડિયામાં સીક્યુરિટીની નોકરી કરતા પોતાના સાથીઓને બોલાવીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ યુવતિના ઘરમાં ઘુસી ગયા હતા. સામુહિક બળાત્કાર કર્યો અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ ઘરના ઈન્ટરલોકની ચાવી, લેપટોપ, એટીએમ કાર્ડ્સ અને 40000 જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
પોલીસ કાર્યવાહીઃ આ બનાવ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સૌ પ્રથમ પોલીસે અન્ય જિલ્લા પોલીસને માહિતગાર કર્યા. આરોપીઓ ફરાર થવા વાયા પાલનપુર માર્ગે જવાની સંભાવના હોવાથી બનાસકાંઠા જિલ્લા પોલીસને પણ સતર્ક કરાઈ હતી. બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. બનાસકાંઠા પોલીસે હ્યુમન અને ટેકનિકલ ઈન્ટેલિજન્સની મદદથી માહિતી મેળવીને રાજસ્થાન તરફ જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પાલનપુર પાસે એરોમા સર્કલ પાસે એક ખાનગી લકઝરી બસમાં આ આરોપીઓ મુસાફરી કરી રહ્યા હતા. આરોપીઓ અમદાવાદથી પંજાબ જતી લક્ઝરી બસમાં રાજસ્થાન સુધીના પ્રવાસ માટે બેઠા હતા. બનાસકાંઠા એલસીબીએ પ્રશંસનીય કામગીરી કરીને આ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.
હું અમારી એલસીબીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમને ખૂબ મહેનત કરીને આ લક્ઝરી બસમાંથી પાંચે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ઘરના ઈન્ટરલોકની ચાવી, લેપટોપ, એટીએમ કાર્ડ્સ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે...અક્ષયરાજ મકવાણા(જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠા)
- Ahmedabad Crime News: 20 વર્ષથી ફરાર એવા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી કરી ધરપકડ
- Ahmedabad Crime News : બનાવટી દસ્તાવેજ બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઠગ ઝડપાયા