ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Accident: મકરબામાં મોટી હોનારત, દિવાલ ધરાશાયી થતા એકનું મોત - a person died due to debris

અમદાવાદ શહેરમાં વધુ એક દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ ઇન્સેપ્ત નામની બિલ્ડિંગમાં ત્રીજા માટે વહેલી સવારે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં કાટમાળ નીચે એક યુવક દટાઈ જતા તેનું મોત થયું હતું. તો કે પોલીસ દ્વારા તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Accident: મકરબામાં મોટી હોનારત, દિવાલ ધરાયાશી થતા એકનું મોત
Ahmedabad Accident: મકરબામાં મોટી હોનારત, દિવાલ ધરાયાશી થતા એકનું મોત

By

Published : Aug 2, 2023, 10:40 AM IST

અમદાવાદઃ નવા શહેરમાં છેલ્લા ઘણા સમયથી મકાન ધરાશાહી થવાની ઘટનાઓ સામે આવી રહી છે જેના પગલે અત્યાર સુધીમાં અંદાજે ત્રણથી ચાર જેટલા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે 40થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ગત સપ્તાહમાં પણ અમદાવાદ પોળ વિસ્તારમાં એક મકાનની સ્લેપલન ધરાશાહી થતા જ પરિવારના નવ લોકોનો આબાદ બચાવ થયો હતો. આજે વહેલી સવારે મકરબા વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થતાં એક યુવકનું મોત થયું છે.

"ફાયર વિભાગને પહેલી સવારે એક વાગ્યાની આસપાસ દિવાલ ધરાશાયી થવાનો કોલ પ્રાપ્ત થયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની પ્રક્રિયા હાથ કરી હતી. ઇનસેપ્ત બિલ્ડીંગના ત્રીજા માળની દિવાલ ધરાશાયી થઈ હતી આ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન દરમિયાન દુર્ઘટના બની હોય તેવું જાણવા મળી રહ્યું છે"-- જીતુભાઈ ગઢવી (સબ ફાયર ઓફિસર)

રાજ્સ્થાનનો યુવાન હોવાનું અનુમાન: ફાયર વિભાગ દ્વારા તે કન્સ્ટ્રકશન સાઈડ પર પહોંચીને કાટમાં દૂર કરવાની પ્રક્રિયા હાથ કરી હતી. આ કાટમાળ દૂર કરતાં કાટમાળ નીચે દટાયેલા એક યુવક હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના સ્થળે પોલીસ અને 108 પહોંચી તે યુવકને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ યુવક રાજસ્થાન હોવાનું જાણવા મળી રહેલ છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ: ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનની અંદર અનેક મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.આ પહેલા પણ અમદાવાદ શહેરમાં અનેક જર્જરીત મકાન મકાન ધરાશાયી થઈ. ત્યારે બીજી બાજુ શહેરમાં ચાલતા કન્સ્ટ્રકશન સાઈડ પરની દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે અમદાવાદમાં વધુ એક કન્સ્ટ્રકશન સાઈડ પર ચાલતી કામગીરી દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે.

  1. Junagadh News : રામ રાખે તેને કોણ ચાખે, ચાર વ્યક્તિના જીવ લેનાર કાટમાળમાંથી જીવતી બિલાડી બહાર આવી
  2. Ahmedabad News : અમદાવાદ શહેરમાં ત્રણ માળનું હેરિટેજ મકાન ધરાશાયી, 9 લોકોનો બચાવ

ABOUT THE AUTHOR

...view details