શહેરના બોપલથી ઇસ્કોન તરફ જતા રોડ પર સ્વાગત બંગલોઝ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર આશાબેન પરમાર નામની મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
અમદાવાદના બોપલમાં રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત,1 મહિલાનું ઘટના સ્થળે મોત - અકસ્માત
અમદાવાદ: શહેરમાં વાહનોની ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી કરે રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે રિક્ષામાં સવાર મહિલાનું અકસ્માતમાં જ મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે કારમાં સવાર 2 યુવકની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે.
અમદાવાદના બોપલમાં રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત
સવારનો આ બનાવ છે, જેમાં પુરપાટ ઝડપે આવી રહેલ કારે રિક્ષાને ટક્કર મારી હતી.કારમાં કોલેજીયન 2યુવક અને 1 યુવતી સવાર હતા અને વધારે સ્પીડમાં જ કાર ચલાવી રહ્યા હતા તે દરમિયાન જ અકસ્માત થયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. અકસ્માત બાદ કારમાં સવાર યુવતી ભાગી ગઈ હતી ત્યારે અન્ય 2 યુવકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.