- વર્ગ: 3ના કર્મચારીની 97.71ટકાની અપ્રમાણ મિલકત
- રાજુલાના નિવૃત્ત અધિક મદદનીશ ઇજનેર પાસેથી મળી આવી સંપત્તિ
- ACBએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદ: વર્ગ -૩ ના કર્મચારી પાસે 97.71 ટકા અપ્રમાણસર મિલકત મળી આવી - disproportionate amount
સરકારી કર્મચારીઓએ સરકારી નોકરીને તો જાણે લાંચ માટેનું સાધન બનાવી દીધું હોય તેવુ લાગે છે. ત્યારે એક બાદ એક સરકારી કર્મચારીઓની અપ્રમાણ મિલકત અંગે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ: સરકારી કર્મચારીઓએ સરકારી નોકરીને તો જાણે લાંચ માટેનું સાધન બનાવી દીધું હોય તેવુ લાગે છે. ત્યારે એક બાદ એક સરકારી કર્મચારીઓની અપ્રમાણ મિલકત અંગે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં રાજુલાના નિવૃત્ત વર્ગ -૩ ના કર્મચારી પાસેથી આવક કરતા 97.71 ટકાની અપ્રમાણ મિલકત મળી આવી હતી. જે મામલે ACB એ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
71,44,516ની આવકની સામે 1,38,78,291ની સંપતિ મળી
અમરેલીના રાજુલામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે કાળુભાઇ રામ નિવૃત્ત છે. જેમના વિરુદ્ધમાં ACBમાં અપ્રમાણસર મિલકત અંગેની અરજી મળી હતી. જે મામલે ACB એ તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે કાળુભાઇની કુલ આવક 71,44,516 રૂપિયા છે જેની સામે તેમના કુલ ખર્ચ અને રોકાણ 1,38,78,291 રૂપિયાના છે. જે ગણતરી કરતા 97.71 ટકા મિલકત વધુ હતી.
વર્ષ 2020માં અપ્રમાણસર મિલકતના 29 ગુના
ACB દ્વારા 2020માં કુલ અપ્રમાણ મિલકત અંગેના 29 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
વર્ગ:1. 3 ગુના
વર્ગ:2. 8 ગુના
વર્ગ:3. 18 ગુના
ACB દ્વારા સતત અપ્રમાણ મિલકત વસાવેલ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ જ છે.