ગુજરાત

gujarat

By

Published : Apr 21, 2020, 11:52 PM IST

ETV Bharat / state

અમદાવાદ જિલ્લોઃ છેલ્લા 24 કલાકમાં 1.81 લાખ લોકોનો સર્વે કરાયો

કોવિડ-19 વાઇરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોદ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો”ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ: જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો છે. કોરોનાની મહામારીને એક પડકાર સ્વરૂપે લઈને જિલ્લામાં વિવિધ રીતે સર્વે હાથ ધરવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 624 જેટલી ટીમો બનાવી 40,058 ઘરોના 1,81,485 લોકોનો સર્વે હાથ ધરાયો છે.

જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર આઠ ચેકપોસ્ટ બનાવેલ છે, જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી કરી પછી જવા દેવામાં આવે છે. જો ટેમ્પરેચર વધુ જણાય તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ તમામ ચેકપોસ્ટ સેનીટાઇઝ કરવામાં આવે છે. અત્યાર સુધી આ આઠ ચેક પોસ્ટ પર 52,524 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવાત્ત કે શંકાસ્પદ જણાતા 24 જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

જો કે છેલ્લા 24 કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી 7414 પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાયા નથી. આ સાથે સાથે ગામડાઓમાં “ગ્રામ યોદ્ધા કમિટી“ બનાવાઈ છે, આ કમિટી ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. 460 ગામોમાં આવા 11,493 લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે.

અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1,217 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. જેમાંથી 666 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 551 લોકો હેમ ક્વોરેન્ટાઈનમાં છે. કોવિડ-19 પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની વિગત જોઈએ તો ફેમીલી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવી 46 વ્યક્તિઓ, કોમ્યુનિટી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 156 અને હોસ્પિટલ કેર કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 39 મળી કુલ 241 લોકો છે.

અત્યાર સુધી કુલ 510 લોકોના સેમ્પલ લેવાયા છે. તે પૈકી 16 પોઝિટિવ અને 494 લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યાં છે. હાલમાં પોઝિટિવ સારવાર હેઠળ 15 દર્દીઓ છે જ્યારે 1 વ્યક્તિ રીકવર થઈ છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ 9, સાણંદ તાલુકામાં 3, તથા બાવળા, વિરમગામ, ધંધુકા અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ 16 લોકો પોઝિટિવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જિલ્લામાં આજે 2 કેસ પોઝિટિવ આવ્યાં છે.

અમદાવાદ શહેરમાં નોવલ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલ્લામાં સેનીટાઈઝની વિસ્તૃત કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ ઘરોને સેનીટાઈઝ કરાયા છે. આ બહુ મોટુ ટાસ્ક હોવા છતા આરોગ્ય વિભાગના મેલેરીયા કચેરી દ્વારા દિવસ-રાત કામગીરી કરાઈ છે. જિલ્લામાં 35.76 લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા હોમીયોપેથિક દવાઓ અપવામાં આવી છે. આયુષ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે આયુષ ટીમ ખુબ સુંદર રીતે કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details