ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પંચે હાઇકોર્ટમાં મતદારોના નામ અંગે રજૂ કર્યું એફિડેવિટ - gujaratinews

અમદાવાદ: શહેરમાં સવા લાખ જેટલા લોકોના વોટર કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાંથી નામ ગાયક થવા મામલે હાઇકોર્ટમાં દાખલ કરેલી હજી મુદ્દે શુક્રવારે ચૂંટણીપંચ દ્વારા જવાબ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલા લોકોના નામ ઉમેરાયા અને કેટલા કમી કરવામાં આવ્યા તે અંગેની વિગતો દર્શવવામાં આવી હતી.

ફાઈલ ફોટો

By

Published : Apr 5, 2019, 11:52 PM IST

અમદાવાદ: શહેરમાં સવા લાખ જેટલા લોકોના વોટર કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાંથી નામ ગાયક થવા મામલે હાઇકોર્ટમાં દાખલ કરેલી હજી મુદ્દે શુક્રવારે ચૂંટણીપંચ દ્વારા જવાબ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલા લોકોના નામ ઉમેરાયા અને કેટલા કમી કરવામાં આવ્યા તે અંગેની વિગતો દર્શવવામાં આવી હતી.

અરજદાર દ્વારા જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોકો નોંધણી કરાવવા હોવા છતાં તેમના નામ તેમના નામ મતદારયાદીમાં સામેલ કરવામાં આવતા નથી. કેટલાક લોકોના નામ પણ મતદારયાદીમાંથી કાપી નાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ચૂંટણીપંચે હાઈકોર્ટ સમક્ષ ગુરુવારે માહિતી રજુ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 6.96 લાખ જેટલા નવા મતદારો જોડાયા છે જે પૈકી 3.35 પુરુષ જ્યારે 3.60 લાખ મહિલા મતદાર નોંધવામાં આવ્યા છે. 154 જેટલા લોકો ટ્રાન્સઝેન્ડર સમુદાય સાથે સંકળાયેલા છે. લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણીપંચે 3.16 લાખ મતદારોના નામ કમી કર્યા છે. જેમાં 1.63 લાખ પુરુષ અને 1.53 લાખ મહિલા મતદારો સામેલ છે. ચૂંટણીપંચ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અંગે ટિપ્પણી કરવા સમયની માંગ કરતા આ મામલે વધુ સુનાવણી આગામી સોમવારના રોજ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details