સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની સંયુકત બેઠક મળી હતી. જેમાં પોલીસ દ્વારા 23 જુલાઈ સુધી કલાસીસ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો કોર્પોરેશન દ્વારા શનિવારથી શહેરભરમાં ટ્યુશન ક્લાસિસને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી
અમદાવાદમાં રવિવારે 600થી વધુ ટ્યુશન ક્લાસિસને નોટિસ - fire safty
અમદાવાદમાંઃ સુરતના સરથાણામાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે. અને ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી હાથ ધરાઇ છે.ફાયર સેફટી અને અન્ય નિયમોના ઉલ્લંઘન કરતા ક્લાસિસને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
ahemdabad
.શનિવારે 1000થી વધુ ક્લાસિસને ફાયર સેફટી અને અન્ય બાબતે નોટિસ આપવામાં આવી હતી. તો રવિવારે પણ 600 થી વધુ ક્લાસિસને નોટિસ આપવામાં આવી હતી.કોર્પોરેશન દ્વારા નોટિસ ટ્યુશન ક્લાસિની બહાર લગાવવામાં આવી રહી છે અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.હજુ પણ આ કાર્યવાહી યથાવત જ રહેશે અને અનેક ક્લાસિસને નોટિસ આપવામાં આવશે.