ગુજરાત

gujarat

By

Published : Mar 28, 2023, 8:56 AM IST

ETV Bharat / state

ગેરરીતિ કરનાર મલ્ટીમીડિયા બ્રિજ એક્સપર્ટ કન્સલટન્સી નિમણૂક કરતા વિપક્ષ આક્રમક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહંમદપુરા ફ્લાય ઓવરબ્રિજ અને હાટકેશ્વર ફ્લાવર બ્રીજના કામમાં વિવાદિત ભૂતકાળ ધરાવતી મલ્ટીમીડિયા કન્સલ્ટનસીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રીમ પ્રોજેક્ટના કામો આપી વધુ ભ્રષ્ટાચારને વેગવંતુ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

Ahmedabad bridge expert consultancy
Ahmedabad bridge expert consultancy

બ્રિજ એક્સપર્ટ કન્સલટન્સી નિમણૂક

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કામો માં ભ્રષ્ટાચાર કે અન્ય બાબતોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે અત્યારે મહમદપુરા ફ્લોર બ્રિજ અને હાટકેશ્વર ફ્લાવર બ્રિજ નું કામ કરતી મલ્ટીમીડિયા કન્સલ્ટનસીને કોર્પોરેશન ડ્રીમ પછી કેનાલ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે વધુ કામ આપી વિવાદ ઉભો કર્યો છે.

મલ્ટી મીડિયા કન્સલટન્સી બ્રિજ એક્સપર્ટ કન્સલટન્સી નિમણૂક:વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે થોડાક સમય પહેલા જ મહમદપુરા ઓવરબ્રિજ એક બાજુ પેનલ તૂટી પડી હતી. જે હાલમાં તે જ હાલતમાં છે.જેમાં પી. એમ. સી તરીકે ઔડા દ્વારા મલ્ટી મીડિયા કન્સલટન્સી નામની કંપનીને કામ આપવામાં આવ્યું હતું તે કંપની દ્વારા પીએમસી તરીકે કરવાની કામગીરી પ્રતિ બેદરકારી અને ગેરરીતિ થવા બદલ મલ્ટીમીડિયા કન્સલટન્સી તાકીદે દૂર કરવામાં આવી હતી. જુલાઈ 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે જ મલ્ટીમીડિયા કન્સલટન્સી બ્રિજ એક્સપર્ટ કન્સલટન્સી નિમણૂક આપવામાં આવી છે.

Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીએ મૃતકોને વળતરની 50 ટકા રકમ ચૂકવી

ડિઝાઇન કન્સલટન્સી રકમ ફાળવી:વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. ગત ચૂંટણી સમયે વહાવાહી લૂંટવા તાકીદે કામો લાવી ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતા. જેમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ માટે 1200 કરોડનું કુલ કામના 1 ટકા મુજબ 12 કરોડ રૂપિયા ડિઝાઇન કન્સલટન્સી તરીકે કામ આપવામાં આવ્યું હતું. જ્યારે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના કામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હિસ્સો 235 કરોડ રૂપિયા આવે છે. જે કામના 0.9 ટકા મુજબ 2.12 કરોડ ડિઝાઇન કન્સલટન્સી તરીકે આપવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લા પંચાયતનું બજેટ જાહેર : વિપક્ષનો વાર પ્રાથમિક સુવિધામાં કોઈ ખાસ જાહેરાત નહિ

બ્લેક લિસ્ટ કરવામાં આવે: વધુમાં ઉમેર્યું હતું કે કન્સલટન્સી ભૂતકાળમાં પણ વિવાદ ધરાવતો હોય અને બેદરકારી હોય તેવા કોન્ટ્રાક્ટરને તાકીદે બ્લેકલિસ્ટ કરવાને બદલે ભારત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા તેમને નવાજીને વધુ કામો આપી રહી છે. જેના કારણે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ અને કારીગર કેનાલનું બ્યુટીફિકેશન ઉપરાંત બ્રિજના કામોમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર તથા હલકી ગુણવત્તા થવાની સંભાવનાઓ પણ વધુ જોવા મળશે. જેમાં કોઈ શંકાની સ્થાન નથી તેથી કોંગ્રેસ તરીકે માંગ છે. કે આ વિવાદ ધરાવતી મલ્ટીમીડિયા કન્સલટન્સીને તાકીદે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details