આ સમગ્ર મામલે અરજદાર જુસાબ મુંજાલિયા અને એડવોકેટ આનંદ યાજ્ઞિત મારફતે રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે, 18 સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા અદાણી પોર્ટે મુંદ્રા ખાતે પર્યાવરણના નિયમોનું યોગ્ય રીતે અમલ કર્યો છે કે, કેમ તે બાબતે તપાસ કરવામાં આવે. જેમાં પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે કે કેમ,
અદાણી પોર્ટ અને સેઝ લિ. કંપની પર પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન અંગે ફરીથી તપાસ કરાશે: હાઈકોર્ટ - gujarati news
અમદાવાદ: અદાણી પોર્ટ અને સેઝ લિ. દ્વારા પર્યાવરણ સંબંધી આદેશનો છેલ્લા ચાર વર્ષથી અમલ નહી કરાતા તેમની વિરુદ્ધ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયને સમગ્ર મામલે વિવાદીત સાઇટની નવેસરથી ચકાસણી કરી વિસ્તૃત રિપોર્ટ સોગંદનામા મારફતે રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧૯મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.
high court
નુકસાન થયું છે તો તેનું પ્રમાણ કેટલું છે, તેના રક્ષણ માટે શું પગલાં લઇ શકાય વગેરે બાબતોનો રિપોર્ટ કરવાનો હતો, પરંતુ આ પૈકી કોઇ આદેશનો અમલ 4 વર્ષ થઇ ગયા હોવા છતાં કરવામાં આવ્યો નથી. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. તેથી આ સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટની ખંડપીઠે પર્યાવરણ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે.