ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar crime news: કલોલના રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા - રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા

કલોલના રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ સાંતેજ ગામમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને આરોપી વિજય ઠાકોરે રાચારડા ખાત્રજ રોડ પર આવેલ અવાવરું જગ્યાની ઓરડીમાં લઈ જઈને બાળકી પર દુષ્કર્મ કર્યું હતું.

accused-sentenced-to-death-in-kalols-rape-and-murder-case
accused-sentenced-to-death-in-kalols-rape-and-murder-case

By

Published : Apr 13, 2023, 9:06 PM IST

Updated : Apr 13, 2023, 9:29 PM IST

કલોલના રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામે માતેલા સાંઢની માફક ફરતો વિજય ઠાકોર નામનો યુવક 10 દિવસ માં 3 બાળકો પર 5 વર્ષ પહેલાં દુષ્કર્મ કર્યું હતું. જેમાં આજે કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય અને સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા અગાઉના કેસમાં વિજય ઠાકોર નામના આરોપીને અંતિમ શ્વાસ સુધી, આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આજે કલોલ કોર્ટ દ્વારા ફાંસીની સજા પણ ફટકારવામાં આવી છે. પોલીસે આરોપી વિજય ઠાકોરની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી વિજય ઠાકોરે પોર્ન વીડિયો જોવાનો શોખીન હતો તેવું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

2021 ના કેસમાં ફાંસીની સજા:ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ સાંતેજ ગામમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને આરોપી વિજય ઠાકોરે રાચારડા ખાત્રજ રોડ પર આવેલ અવાવરું જગ્યાની ઓરડીમાં લઈ જઈને બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. બાળકીના ખાનગી ભાગમાં એવી ઇજાઓ કરી હતી લે બાળકી ભવિષ્યમાં માતા પણ ન બની શકે ત્યારબાદ બાળકીને એજ જગ્યા પર છોડીને આરોપી વિજય ઠાકોર ભાગી ગયો હતો.

10 દિવસમાં 3 દુષ્કર્મ:કલરકોટમાં સરકારી વકીલ સુનિલ પંડ્યાએ આરોપી વિજય ઠાકોરના ક્રાઈમની કુંડળી ખોલતા નિવેદન કર્યું હતું કે આરોપી વિજય ઠાકોરે 10 દિવસમાં ત્રણ જેટલા દુષ્કર્મને અંજામ આપ્યો હતો. જેમાં પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યું હતું. જેમાં પાંચ વર્ષની દીકરીને જે તે ઘટનાસ્થળ પર મૂકીને જ ખરાબ થયો હતો. ત્રણ વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યા બાદ તેને હત્યા કરીને લાશને અભાવનું જગ્યાએ ફેંકી દીધી હતી જેથી આવા આરોપીને નામદાર કોર્ટ દ્વારા સખતમાં સખત સજા આપવામાં આવી તેવી દલીલો પણ કોર્ટમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચોAhmedabad Crime : પૂર્વ પ્રેમીએ કરી હતી મહિલાની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ

પોસ્કો કલમ હેઠળ પ્રથમ કિસ્સો:કોર્ટ દ્વારા આજે આરોપી વિજય ઠાકોરને પોસ્કો કલમ હેઠળ પાસેની સજા સંભળાવવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પોસ્કો કલમ હેઠળ ફાંસીની સજાનો આ પ્રથમ કિસ્સો નોંધાયો છે. નામદાર કલોલ કોર્ટ દ્વારા આઇપીસી કલમ 363 ના ગુનામાં કલમ 335 બે અન્વયે પાંચ વર્ષની સખત સજા 2000 નો દંડ, 235(2) મુજબ આજીવન સજા અને 50,000 નો દંડ, ઉપરાંત પોસ્કોના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી. બાળકીના પરિવારજનોને 6 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોValsad Crime : મહિલાના અંગત વિડીયો બનાવી બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યાં, સોશિયલ મીડિયાથી મળ્યો હતો પ્રેમી

Last Updated : Apr 13, 2023, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details