અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રીના સમયે UKની એક ફ્લાઈટ હતી. જેથી ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા હતાંં. તે દરમિયાન પેસેન્જર ચેતન પટેલ ઇમિગ્રેશન વિભાગ પર ચેકિંગ કરાવી રહ્યો હતો, ત્યારે તેના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતા તે ડોક્યુમેન્ટ બનાવટી હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. જેથી તેની પૂછપરછ કરતા બહાર આવ્યું કે, ચેતન પટેલે કાનપુર છત્રપતિ શાહુજી મહારાજ વિદ્યાલય ખાતેની બનાવટી માર્કશીટ અને સર્ટીફિકેટ તૈયાર કરાવ્યા હતાં. જેમાં UK જવાનું હોવાથી ડિપ્લોમાની બનાવટી ડીગ્રી બનાવી હતી. આરોપી યુવક ચેતન પટેલ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. જ્યાં UKમાં પૈસા કમાવવાની લાલચમાં આરોપી ચેતને બનાવટી માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે સ્ટુડન્ટ વિઝા પર UK જતો આરોપી ઝડપાયો - ડુપ્લીકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝા
અમદાવાદ: ડુપ્લીકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝાના આધારે UK જતો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો હતો. પાંચ લાખમાં સર્ટિફિકેટ બનાવડાવી વિઝાના આધારે યુવક UK જઈ રહ્યો હતો. હાલ ગુનામાં 2 આરોપીની પોલીસ દ્વારા શોધખોળ થઈ રહી છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એરપોર્ટ પોલીસે આ મામલે તપાસ કરતાં તમામ ડોક્યુમેન્ટ ગાંધીનગરનાં નિલેશ પટેલે પાંચ લાખ રૂપિયામાં બનાવી આપ્યા હતાં. બાદમાં સ્ટુડન્ટ વિઝા બાબતે વધુ તપાસ કરતા તે વડોદરાના જીતેન પટેલે બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી એરપોર્ટ પોલીસે આ ત્રણેય લોકો વિરુદ્ધ ગુનો નોંધી ગાંધીનગરના સુઘડ ગામના આરોપી ચેતનની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વિદેશમાં નોકરી કરવી અને વિદેશ ફરવા જવાનો ક્રેઝ આજે ગુજરાતની યુવા પેઢીના ઘેર-ઘેર જોવા મળી રહ્યો છે. પણ વિદેશમાં નોકરીની ઘેલછા કેટલીકવાર નુકસાનકારક સાબિત થાય છે. જે આ કિસ્સાથી યુવા પેઢીએ ચેતવાની જરૂર છે અને આવી લોભામણી લાલચના શિકાર ન બની જઇએ તેની તકેદારી રાખવાની જરૂર છે.