ગુજરાત

gujarat

ETV Bharat / state

થલતેજ ડબલ મર્ડર કેસના આરોપીઓની વધુ એક ગુનામાં ધરપકડ - રેકી ન્યૂઝ

અમદાવાદમાં ડબલ મર્ડર કેસના આરોપીઓની વધુ એક ગુનામાં ધરપકડ થઈ છે. નવરંગપુરા વિસ્તારમાં ધાડ પાડવા રેકી કરી હોવાનું CCTVમાં કેદ થયું હતું. ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નવરંગપુરા પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
નવરંગપુરા પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

By

Published : Mar 21, 2021, 10:26 PM IST

  • નવરંગપુરા પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
  • ધાડ પાડવા રેકી કરતાં આરોપીઓની ધરપકડ
  • થલતેજ ડબલ મર્ડરના આરોપીઓએ રેકી કરી

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં ચકચારી ડબલ મર્ડર કરનારા આરોપીઓની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાં ધાડ પાડવા રેકી કરી હોવાનું CCTVમાં કેદ થયું હતું. જે CCTV વીડિયોના આધારે નવરંગપુરા પોલીસે ચારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ટ્રાન્સફર વોરંટના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:એક કરોડ રુપિયાની ખંડણી મામલે વધુ 4 આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ

પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ

આ મામલે પોલીસે આરોપીઓના ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આરોપીઓ નવરંગપુરા વિસ્તારમાં રેકી કરી રહ્યા હતા તે દરમિયાન CCTVમાં કેદ થયા હતા, ત્યારે પોલીસે તેને આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

થલતેજ ડબલ મર્ડરના આરોપીઓએ રેકી કરી

આ પણ વાંચો:કંપનીના કર્મચારી પર હુમલો કરી 44 લાખની લૂંટ કરવા મામલે 6 આરોપીની ધરપકડ

CCTV ચેક કરવામાં આવ્યા હતા

આ સમગ્ર મામલે હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે તેમ છે, ત્યારે પોલીસ દ્વારા નવરંગપુરા વિસ્તારના ઘણા CCTV ચેક કરવામાં આવ્યા હતા. હાલ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details