ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ ફિટનેસ મિશન શરૂ, જિલ્લા પોલીસે યોજી 5 કિમિ વોકિંગ... - gujarat news

અમદાવાદ: રાજ્યના પોલીસ કર્મચારીની શારીરિક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા એ આદેશ આપ્યા છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓની ફિટનેસ માટે કાર્યક્રમ શરૂ કર્યા છે. ત્યારે, વહેલી સવારે તમામ પોલીસ કર્મચારીઓએ પાંચ કિલોમીટર રનિંગ અને વોકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં તમામ કર્મચારીઓની શારીરિક તપાસ કરવામાં આવશે અને તેના પરથી તેમની ફિટનેસ માટે કસરતો અને વ્યાયામ કરાવવામાં પણ આવશે.

રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ ફિટનેસ મિશન શરૂ,જિલ્લા પોલીસે યોજી 5 કિમિ વોકિંગ..., etv bharat

By

Published : Aug 18, 2019, 10:46 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ પોલીસ કર્મચારીઓના ફિટનેસ માટે એક Police Role Modelનું આયોજન કરવા જણાવ્યું છે.

રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ ફિટનેસ મિશન શરૂ,જિલ્લા પોલીસે યોજી 5 કિમિ વોકિંગ..., etv bharat

જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફિટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારીને Police Role Model of the Week તરીકે બીરદાવવાનો રહેશે.

રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ ફિટનેસ મિશન શરૂ,જિલ્લા પોલીસે યોજી 5 કિમિ વોકિંગ..., etv bharat

દરેક પોલીસ કર્મચારીની ફિટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફિટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફીટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સુચન કર્યું છે.

દરેકનું Body Mass Index એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉમર પ્રમાણે શરીર સમતોલ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details