અમદાવાદ પાસેના બાવળા સાણંદ ચોકડી પાસે ધોળકા તરફ જઈ રહેલી એસટી બસનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકની ટક્કરથી બસ ગટરના પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં 13 અને 5 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય 30 મુસાફરો ઘાયલ થયેલા છે. ઘાયલ મુસાફરોને સોલા સિવિલ અને બાવળા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ બાવળા પાસે એસટી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 બાળકોના મોત - 2 die
અમદાવાદ: શુક્રવારે મોડી રાતે અમદાવાદના બાવળા-સાણંદ ચોકડી પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બસ ગટરના પાણી ભરેલા ખાડામાં પડી હતી. જેમાં 2 બાળકોના મોત થયા છે અને અન્ય 30 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્પોટ ફોટો
અકસ્માત સર્જાતા સ્થાનિક પોલીસ અને નગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે આ બસ મધ્યપ્રદેશથી આવી હતી અને જે પીપલોદ જૂનાગઢ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર વિકાસ બારીયા નામના 5 વર્ષના બાળક અને પ્રિયા નામની 13 વર્ષની બાળકીનું મોત થયું છે. મોટાભાગના મુસાફરો મજૂર વર્ગના જ હોવાનું સામે આવ્યું છે.