અમદાવાદ શહેરમાં સૌથી ઝડપી પરિવહન સેવા કહેવાતી અમદાવાદ બીઆરટીએસ કોરીડોર મુખ્ય માર્ગની વચ્ચેથી પસાર થાય છે. આ કોરીડોરમાં ખાનગી વાહનો માટે પ્રવેશબંધી (Private vehicles in Ahmedabad Janmarg ) છે. પરંતુ આ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે. અગાઉ પણ આ રોડ પર અકસ્માત (Accident in BRTS Corridor in Ahmedabad ) સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગુમાવવો પડ્યો છે. BRTS કોરિડોરમાં અકસ્માતની ઘટનાઓ અનેકવાર બની હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
આ પણ વાંચો અમદાવદમાં વધુ એક બીઆરટીએસ બસ અકસ્માત, બે પેસેન્જરને સામાન્ય ઇજા
વધુ એક સર્જાયો અકસ્માત આજ સવારે અમદાવાદના સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ન્યૂ મણીનગરમાં રહેતા મહિલા સીટીએમથી કૃષ્ણનગર જવા માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જઈ રહ્યા હતાં. ત્યારે ખાનગી વાહનચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત (Accident in BRTS Corridor in Ahmedabad )થયાં હતાં. પરંતુ સવાલ એ છે કે આ અમદાવાદ બીઆરટીએસ કોરીડોર પર ખાનગી વાહનોને પ્રવેશબંધી (Private vehicles in Ahmedabad Janmarg ) હોવા છતાં પણ પૂરઝડપે વાહનચાલકો પસાર થઈ રહ્યા છે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.