શહેરના વટવા વિસ્તારના વિનોબાભાવેનગર પાસેથી બાઈક પર લેબર કોન્ટ્રાક્ટર અને બે બાળકો જઈ રહ્યાં હતા. ત્યારે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક લવાર લેબર કોન્ટ્રાક્ટર અને બે બાળકના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા.
અમદાવાદ રીંગ રોડ પર જીવલેણ અકસ્માત, લેબર કોન્ટ્રક્ટર અને બે બાળકોના મોત - gujrati news
અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યાં છે, ત્યારે અમદાવાદ રીંગ રોડ ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લેબર કોન્ટ્રાક્ટર અને બે બાળકોના મોત થયા છે.
hd
અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગતો હતો, દરમિયાન પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. ટ્રક ચાલકને ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન અટક કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.