અમદાવાદ ગુજરાતમાં દારૂબંધીના શરૂઆતથી જ લીરેલીરા ઉડી રહ્યાં છે. દારૂબંધીનું પાલન કરાવનારી પોલીસ જ દારૂપકડીને કેસ નહીં (constable demands not to file case) કરવાના પૈસા લે છે. એક તરફ સરકારના મંત્રીઓ દ્રારા નશીલા પદાર્થો ગુજરાતમાં પકડી પાડવામાં આવે છે અને પાછી એવી જાહેરમાં ચર્ચાઓ કરે છે. બીજી બાજુ પોલીસ કર્મીઓ જ દારૂ વેચવા માટે બુટલેગરોનો માર્ગ મોકળો કરી આપતા હોય છે. અમદાવાદમાં રિક્ષામાં બે પેટી દારૂ લઈ જતાં વ્યક્તિને પકડીને એક પોલીસકોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ રૂપિયા માંગ્યા હતાં. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં જ ACBએ છટકુ ગોઠવીને આરોપી પોલીસકર્મી અને વહીવટદારને એક લાખની લાંચ લેતા (ACB nabs bribery policeman in Ahmedabad) ઝડપી પાડ્યા હતાં.
કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ માંગ્યા, રૂપિયા સાથે ઝડપાયા - constable demands not to file case
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ નથી તેવું જોવા મળે છે કેમકે અવારનવાર એવી ધટનાઓ બનતી હોય છે. એવી જ એક ધટના પ્રકાશમાં આવી છે. દાવાદમાં રિક્ષામાં બે પેટી દારૂ લઈ જતાં વ્યક્તિને પકડીને એક પોલીસ કોન્સ્ટેબલે કેસ (constable demands not to file case) નહીં કરવાના 2.25 લાખ રૂપિયા માંગ્યા હતાં. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં જ ACBએ છટકુ ગોઠવીને આરોપી પોલીસકર્મી અને વહીવટદારને એક લાખની લાંચ (ACB nabs bribery policeman in Ahmedabad) લેતા ઝડપી પાડ્યા હતાં.
પાર્સલમાં બે પેટી દારૂપોલીસે રીક્ષાને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મુકી દીધી. ફરિયાદીએ શાહીબાગ (Shahibaug Ahmedabad) ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા. આ પાર્સલમાં બે પેટી દારૂ હતો. જેથી ફરિયાદીના કાકા શાહીબાગથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા. ત્યારે શાસ્ત્રીનગર પાસે પોલીસે રીક્ષાને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મુકી દીધી હતી. જે રિક્ષામાં બે પેટી દારૂ મળી આવ્યો હતો. દારૂ પકડીને કેસ નહિ કરવા (constable demands not to file case) નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રકાશ રબારીએ ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.જે બાદ રકઝકના અંતે 2.25 લાખ નક્કી કર્યા હતા.
બે આરોપીઓની ધરપકડ ફરિયાદીએ લાંચના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદી 1 લાખ રૂપિયા લઈને પોલીસ કોન્સ્ટેબલ અમૃત રબારીને આપવા ગયા હતા. જે પૈસા અમૃત રબારીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કૉમ્પ્લેક્ષમાં આવેલા એપેક્ષ પાન પાર્લરના માલિક ભરત પટેલને આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ભરત પટેલને 1 લાખ રૂપિયા આપ્યા હતા. ACBએ પાન પાર્લરના દુકાનના ડ્રોવરમાંથી 1 લાખ રિકવર કર્યા હતા. બંને આરોપીઓની (ACB nabs bribery policeman in Ahmedabad) પણ ધરપકડ પણ કરી છે.