- મુંબઈમાં ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરની ધરપકડનો મામલો
- ABVPએ સેવા સદન ખાતે ઉદ્ધવ ઠાકરેના પૂતળા બાળ્યાં
- વોરંટ વગર ચેનલના એડિટરની ધરપકડ કરાઈઃ ABVP
વિરમગામમાં ABVPના કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના CMનુ પૂતળુ બાળ્યું - મુંબઈમાં ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરની ધરપકડ
મુંબઈમાં ખાનગી ન્યૂઝ ચેનલના એડિટર ઈન ચીફની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના પડઘા હવે વિરમગામમાં પડ્યા છે. વિરમગામમાં ABVPના કાર્યકર્તાઓએ સેવા સદન સર્કલ ખાતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પૂતળાનું દહન કર્યું હતું.
વિરમગામમાં ABVPના કાર્યકર્તાઓએ ઉદ્ધવ ઠાકરેના પૂતળા બાળ્યા
અમદાવાદઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ABVP કહ્યું કે, મહારાષ્ટ્રની સરકાર મીડિયાની સ્વતંત્રતા ઉપર તરાપ મારી રહી છે. ન્યૂઝ ચેનલના એડિટર પરનો કેસ ખુલ્લો કરી ખોટી રીતે અટક કરવામાં આવી છે. આ ઉપરાંત ન્યૂઝ ચેનલની ધરપકડ કોઈ પણ વોરન્ટ વગર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર ન્યૂઝ એડિટરની ધરપકડ કરી તેમને ખોટી રીતે હેરાન કરી રહી છે. આ ઉપરાંત ABVPએ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ સૂત્રોય્ચાર પણ કર્યાં હતા.
Last Updated : Nov 7, 2020, 5:34 PM IST