ગુજરાત

gujarat

ETV Bharat / state

આઉટ સોર્સિંગથી કામ લેવાતું હોવાથી વિદ્યુત બોર્ડ હાંકી કાઢેલા કર્મચારીઓને પરત લેવાના આદેશથી છટકી શકે નહીંઃ હાઈકોર્ટ - કાયદાકીય લડત

અમદાવાદ / આકિબ છીપા: 32 વર્ષ પહેલાં 1987માં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા નિયમોનું ધારા-ધોરણ અને કારણ વગર નોકરીમાંથી ગેરકાયદેસર રીતે હાંકી કાઢેલા 32 લોકોની જગ્યા પર હાલ આઉટ સોર્સિંગથી કામ લેવાતું હોવાથી 20 વર્ષ જુના લેબર કોર્ટના ચુકાદા કે જેમાં હાંકી કાઢેલા કર્મચારીઓની ફરીવાર નિમણુંક કરવાના આદેશને રદ કરતી અરજી હાઈકોર્ટની ડબલ બેંચે ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે.

ફાઇલ ફોટો

By

Published : May 16, 2019, 9:30 PM IST

Updated : May 16, 2019, 11:24 PM IST

હાઈકોર્ટની જસ્ટીસ કે.એમ. ઠાકર અને વી.બી. માયાણીની ખંડપીઠે હાંકી કાઢેલા 32 કર્મચારીઓની ગુજરાત વિદ્યુત બોર્ડમાં નિમણુંક કરવાના લેબર કોર્ટના 20 વર્ષ જુના ચુકાદાને યથાવત રાખતા કર્મચારીઓની પગારના 20 ટકા રકમ ચુકવવાના આદેશને પણ યથાવત રાખ્યો છે. હાઈકોર્ટની ડબલ બેંચે લેબર કોર્ટ અને સિંગલ બેન્ચ જજના ચુદાકાને ટાંકતા નોંધ્યું કે કર્મચારીઓએ જાતે કામ બંધ કર્યું ન હતું પરતું ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા મૌખિક આદેશથી કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા જેમાં ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પીયુટ એક્ટ 1947ના નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું નથી.

2006માં હાઈકોર્ટની સિંગલ બેંન્ચે વલસાડ લેબર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો જોકે અરજદાર ગુજરાત વિદ્યુત બોર્ડે ચુકાદાને ડબલ બેંચમાં પડકારતા 32 કર્મચારીઓને પુનઃ નિમણુંક માટે 13 વર્ષ વધુ લાંબી રાહ જોવી પડી છે.. અરજદાર GEB દ્વારા સિંગલ બેન્ચના ઓર્ડરને ડબલ બેંચમાં પડકારવામાં આવ્યો ત્યારે દાખલ કરાયેલી અપિલનો નિકાલ ન આવે ત્યાં સુધી કર્મચારીઓની નિમણુંક થઈ શકી ન હતી.

અરજદાર ગુજરાત વિઘુત બોર્ડના વકીલ કે.એમ. પટેલ અને ભાયાએ દલીલ કરી હતી કે લેબર કોર્ટ અને હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં બધા તથ્યોને ધ્યાને લેવામાં આવ્યા નથી. હાંકી કાઢેલા કર્મચારીઓ જે પદ પર કામ કરતા હતા એ કાર્ય હવે આઉટ સોર્સિંગ થકી અરજદાર દ્વારા લેવામાં આવે છે જેથી લેબર કોર્ટના ચુકાદાને અમલી રાખી હાંકી કાઢેવા કર્મચારીઓની ફરીવાર નિમણુંક શક્ય નથી. કર્મચારીઓએ વર્ષમાં 240થી વધુ દિવસ ક્યારેય કામ કર્યું નથી એ મુદે રજીસ્ટર પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું.. તેમને કાયમી નહિ પરતું કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. લેબર કોર્ટે હાજરીના રજીસ્ટરની પુરતી નોંધ લીધા વગર જ ચુકાદો આપ્યો હોવાની રજુઆત કરી હતી.

હાંકી કાઢેલા કર્મચારીઓ વતી વકીલ પી.સી. ચૌધરીએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે અત્યારે કોન્ટ્રાક્ટથી કામ લેવાતું હોવાથી ગુજરાત વિઘુત બોર્ડ લેબર કોર્ટના ચુકાદાની અવગણના કરી કર્મચારીઓની પુનઃનિમણુંકની જવાબદારીમાંથી ભાગી શકે નહિ. સાક્ષીઓ અને પુરાવવાના આધારે લેબર કોર્ટે સ્વીકાર્યું હતું કે તેઓ કોન્ટ્રેક્ટ કે મજુર ન હતા જેથી વર્ષે 240 દિવસથી ઓછા કામકાજનો મુદો તથ્યહીન છે અને નોકરીમાંથી કાઢતા પહેલાં નોટીસ કે કોઈ જ પ્રકારની પ્રક્રિયાનું અમલીકરણ કરવામાં આવ્યું નથી. ગુજરાત વિઘુત બોર્ડ લિમિટેડ કંપની હોવા છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. વિઘુત બોર્ડ દ્વારા કર્મચારીઓને પગાર સ્લીપ કે આઈકાર્ડ સુદ્ધા આપાવામાં આવ્યા ન હતા. કર્મચારીઓ જાતે જ નોકરી છોડી નથી પરતું બોર્ડ દ્વારા મૌખિક નિવેદનથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.

લેબર કોર્ટમાં સાક્ષીઓએ કબુલાત કરી હતી કે હાંકી કાઢેલા 32 કર્મચારીઓ કાયમી હતા અને ગુજરાત વિઘુત બોર્ડમાં 10 વર્ષથી વધુ કામ કર્યું હતું. નોકરીમાંથી હાંકી કઢાયા બાદ ફરીવાર નોકરી પર રાખવા માટે અનેકવાર રજુઆત પણ વિઘુત બોર્ડને કરી હતી. હાંકી કાઢેલા કર્મચારીઓએ કંપની માટે વલસાડ, વાપી, ધરમપુર અને અન્ય સ્થળે 10 વર્ષથી વધુ સમય કામકાજ કર્યું હોવાનું સામે આવ્યું છે.

Last Updated : May 16, 2019, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details