આમ આદમી પાર્ટીની તૈયારીઓ શરુ અમદાવાદ:આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. 16 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા અધિવેશન યોજાવા જઇ રહ્યું છે, જેમાં સંજયસિંહ ઉપસ્થિત રહેવા માટે અને લોકસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સાંસદ સંજયસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના અમદાવાદમાં આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપી તમામ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
આપ કાર્યકર્તા અધિવેશન: આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સતત સંગઠન નિર્માણમાં વ્યસ્ત છે. છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાની નેમ સાથે મજબૂતીથી સંગઠનનું નિર્માણ કરવા આજે પ્રદેશસ્તરે કાર્યકર્તા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યકર્તા અધિવેશનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાતની મુલાકાતે છે.
પાર્ટીની તૈયારીઓની સમીક્ષા: આવનારી લોકસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી સાથે સાથે આમ આદમી પાર્ટીની આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની તૈયારીઓની સમીક્ષા પણ થશે. આજે ગુજરાતના અમદાવાદ આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્ય સભા સાંસદ સંજયસિંહનું ગુજરાત ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના શીર્ષ નેતૃત્વ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠન બાબતે મજબૂતાઇ જોવા મળી શકે છે.
ચૂંટણીને અનુલક્ષીને માળખું તૈયાર કરાશે: ચૂંટણીઓ પહેલા પક્ષને મજબૂત કરવા માટે રાજ્ય કક્ષાના આગેવાનો છેલ્લામાં છેલ્લા કાર્યકર્તાને સાથે રાખી પોતાની વોટ બેન્ક મજબૂત બનાવવા શક્ય તેટલા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને માળખું તૈયાર કરવા અને પક્ષને મજબૂત કરવા માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે.
એરપોર્ટ પર સ્વાગત કરાયું: આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ આજે અમદાવાદ ખાતે આવી પહોંચતા ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ આમ આદમી પાર્ટી દ્વારા યોજાઈ રહેલા કાર્યકર્તા અધિવેશનમાં સંજયસિંહ ઉપસ્થિત રહી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ચુંટણીઓની તૈયારીઓના ભાગરૂપે સંબોધન કરશે.
- Junagadh Political News : સંભવિત આપ અને કોંગ્રેસનું ચૂંટણી જોડાણ લોકસભામાં ભાજપ માટે સર્જી શકે છે મુશ્કેલી
- Lok Sabha Election 2024: ચૈતર વસાવાએ આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લોકસભા 2024ની ચૂંટણી લડવાની બતાવી તૈયારી
- Delhi in AAP Vs Congress : દિલ્હી લોકસભાની 7 સીટો પર ચૂંટણી લડવા માટે થઇને આપ અને કોંગ્રેસમાં તકરાર...