ગુજરાત

gujarat

ETV Bharat / state

AAP-Congress Alliance: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન - ઇશુદાન ગઢવી - ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન

ગુજરાતમા આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તેવો દાવો આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમાન ટિકિટની વહેંચણી કરીને ચૂંટણી લડશે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 7, 2023, 1:56 PM IST

Updated : Aug 7, 2023, 5:17 PM IST

ઇશુદાન ગઢવી

અમદાવાદ : આગામી વર્ષે દેશની અંદર લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી ત્યારે બીજી બાજુ વિપક્ષો એક થઈને INDIA નામથી ભાજપની સામે લડવા તૈયારી દર્શાવી છે. ત્યારે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી તમામ 26 બેઠક ઉપર વિજય મેળવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે કોંગ્રેસ સાથે સીટની વહેંચણી કરીને ગઠબંધન દ્વારા લડશે. આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી છે.

પ્રશ્ન : 1) જે પાર્ટીએ આપને ભાજપની "બી" ટીમ કહી હતી, તે જ પાર્ટી સાથે ગઠબંધન કેટલું યોગ્ય છે?

જવાબ : અત્યારે આમરો મુખ્ય લક્ષ્યાંક દેશને બચાવવાનો છે. દેશની જનતાને મોંઘવારી માંથી બહાર લાવવાનો છે. ભાજપ દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. દેશની જનતા માટે હજી સુધી અચ્છે દિન આવ્યા નથી. પરંતુ આજ ગેસના બાટલાના 1000 રૂપિયા કરવામાં આવ્યા છે. જો ભાજપ 2024માં સરકાર બાનાવશે તો ગેસના બાટલાના ભાવ 2500 કરી નાખશે. આજે મનીપુર અને હરિયાણામાં તોફાનો ફાટી નીકળ્યા છે. ED અને CBIનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીની જનતા ભાજપને નકારી રહી છે. એટલે આજ અમારો અમારો લક્ષ્યાંક છે, દેશને બચાવાનો.

પ્રશ્ન : 2) આ ગઠબંધનથી આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસને કેટલો ફાયદો થશે?

જવાબ : અત્યારે આમાંથી ફાયદાની વાત કરવી એ થોડીક ઉતાવળ લાગશે. પરંતુ અમારો જે લક્ષણ છે કે સ્પષ્ટ પણે છે. ગુજરાત તેમજ દેશની જનતાને તેમનો હક આપવો, દેશને મોંઘવારીમાંથી બહાર લાવવો, બેરોજગારી દૂર કરવી, તોફાનો બંધ કરવા, ભાજપે જે જાતિવાદ ઉભો કર્યો છે તેને દૂર કરવો એટલે અત્યારે દેશને બચાવવો તે ખૂબ જ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીએ દેશની સંપતિ વેચવાની શરૂઆત કરી નાખી છે. રાહુલ ગાંધી, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલને અલગ અલગ રીતે ફસાવવાના પણ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

પ્રશ્ન : 3) કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા બાદ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે, તો આ નારાજ કાર્યકર્તાઓને રોકવા માટે કેવા પ્રકારની તૈયારી છે?

જવાબ : એ સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓનું આવવાનું અને જવાનું ચાલુ રહે છે. દરેક પાર્ટીમાં અને દરેક સમયે આ પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે. કોઈ કાર્યકર્તાને પદ મળ્યું ન હોય ત્યારે નારાજ થઇને પાર્ટી છોડતા હોય છે. પરંતુ અમારો લક્ષણ છે કે, દેશની અંદર સારું શિક્ષણ અને મોંઘવારી ઓછી કરવાની છે. જેના કારણે આજે પણ 300 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમાં વોર્ડ કમિટી, બુથ કમિટી પણ તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે એપ્રિલ મહિનામાં લાખોની સંખ્યામાં સંગઠન ઊભું કરીને અરવિંદ કેજરીવાલને બોલાવીને શપથ ગ્રહણ કરવામાં આવશે.

પ્રશ્ન: 4) આમ આદમી પાર્ટી ગઠબંધન થયા પછી કેટલી સીટની માંગણી કરશે?

જવાબ: આગામી સમયમાં INDIAની ત્રીજી બેઠક મળશે ત્યાર બાદ રાજ્યની સીટની વહેંચણી નક્કી કરવામાં આવશે. ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. પરંતુ એ નક્કી છે જો INDIA ગઠબંધન યોગ્ય થયું તો ભાજપ ગુજરાત માંથી 26 માંથી 26 બેઠક લઈ જઈ નહીં શકે.

Last Updated : Aug 7, 2023, 5:17 PM IST

For All Latest Updates

TAGGED:

AAP

ABOUT THE AUTHOR

...view details