અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election 2022)યોજનાર છે. ત્યારે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)દ્વારા સૌથી પહેલા અને ગુજરાતમાં રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી પંચ તારીખ જાહેર કરે તે પહેલાં પોતાના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યું છે. 2012માં સક્રિય થયેલી આમ આદમી પાર્ટી(AAP Gujarat 2022)દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી પુરા આત્મ વિશ્વાસ સાથે લડી રહી છે. આજે 10 વિધાનસભાન ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ 10 ઉમેદવાર કેવા પ્રકારનું સામાજિક કામ કરી ચુક્યા છે.
આ પણ વાંચોઃઅરવિંદ કેજરીવાલ સોમનાથમાં મહાદેવની પૂજા અને ધ્વજા ચઢાવશે
1.ભીમા ચૌધરી - ભીમભાઈ ચૌધરી આમ આદમી પાર્ટીના દિયોદર બેઠક પર ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. ભીમભાઈ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખૂબ લાંબા સમયથી પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે.
2. જગમાલ વાળા -જગમાલ વાળા ગીર સોમનાથ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. 2012માં વિધાનસભની ચૂંટણીમાં તે અપક્ષ તરીકે લડ્યા હતા.અને તેમને અંદાજિત 23,000 હજાર જેટલા મત પણ મેળવ્યા હતા.
3.અર્જુન રાઠવા -અર્જુન રાઠવાનું નામ છોટા ઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યું છે. તો હાલમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નિમણુંક કરવામાં આવી છે. અર્જુન રાઠવા પણ 2017માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા.તે ઉચ્ચ શિક્ષિત અને આદિવાસી વિકાસના મુદ્દા પર કામ કરે છે.
4.સાગર રબારી - સાગર દેસાઈ બેચરાજી વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા ખેડૂતોના મુદ્દા પર અને સામાજિક કાર્યકર્તા તરીકે પ્રસિદ્ધ હતા.