અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022)નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા મહેનત શરૂ કરી દીધી છે. જેને પગલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે વારંવાર જોવા મળી રાજ્ય છે. જેમાં લોકોને ધ્યાનમાં રાખી વીજળી, રોજગાર, આદિવાસી સમાજ લઈ ગેરંટી આપવામાં આવી હતી. આજ વધુ એક ગેરંટી મહિલાને ધ્યાને( AAP guarantee to women)રાખીને આપવામાં આવી છે.
દર મહિને મહિલાને સન્માન રાશિઅરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું કે આજ ભાજપ શાસનમાં મોંઘવારી વધી રહી છે. પણ લોકોના પગારમાં વધારો થતો નથી. જેના કારણે આમ આદમી પાર્ટીએ (AAP Gujarat)મહિલાને ધ્યાનમાં રાખીને 18 વર્ષથી ઉપરની મહિલાને દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામા આવશે. જેના કારણે 18 વર્ષથી ઉપરની અંદાજિત 1 કરોડ ઉપરની (Aam Aadmi Party gave guarantee to women)મહિલાને લાભ મળશે.
આ પણ વાંચો15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ
એક પોલીસ કર્મીની દીકરીએ લખ્યો પત્રગુજરાત પોલીસની દીકરીએ અરવિંદ કેજરીવાલને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી હતી. પત્ર જણાવ્યુ હતું કે પોલીસની નોકરી, નોકરીના કલાકો, પોલીસના પગાર, તેમના ભથ્થા અને પોલીસ ફોર્સ દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને અરવિંદ કેજરીવાલે પણ પોલીસ માટે મહત્વની જાહેરાત કરી હતી કે ભારતના તમામ રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પોલીસને પગાર ઓછો આપવામાં આવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભારત જે રાજ્યમાં સૌથી સારો પગાર આપવામાં આવતો હશે તે પગાર આપવામાં આવશે.